કચ્છના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ જનસેલાબ ઉમટ્યો
કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા વાતને સાર્થક કરતું આ દિવાળીની તહેવારની રજાઓમાં ફરવા લોકોની પ્રવાસીઓની જનમેદની કચ્છમાં ઉમટી પડી હતી દેવ દેવીઓ સંતો મહંતો સુરાને વીરોની ભૂમિ કચ્છ સાથે અનેક ઇતિહાસને લોક કથા સમાયેલ છે સાથે કચ્છીઓની હાથ બનાવટની કચ્છી વર્કકામથી જળીત બાંધણીઓ સાલ સહિતના પહેરવેશના કપડાં ચીજવસ્તુઓ સમગ્ર ગુજરાતને દેશ વિદેશમાં જાણીતી છે.
આ દિવાળીના તહેવારમાં કચ્છમાં કબરાઉ મોગલધામ, મોમાઈ મોરા, માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર મંદિર, ભુજ-માંડવી બીચ, ધોડાવીરા સહિતની ઐતિહાસિક ઇમારત 2001ના ભૂકંપની યાદમાં બનાવેલ સ્મ્રુતિવન, ભુજોડી અને ભુજીયો ડુંગર. કાળો ડુંગર. સહિત યાત્રાધામો પર લોકો ને દેશ વિદેશ ના પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા આ કચ્છના તમામ યાત્રાધામ મંદિરો જોવાલાયક સ્થળોનો વધુને વધુ વિકાસ થાય કાયાપલટ થાય અને આ યાત્રાધામ થકી કચ્છમાં લોકોને વધુને વધુ દેશ વિદેશમાંથી યાત્રાળુઓને પ્રવાસીઓ આવેને કચ્છમાં રોજગારીને વેપાર વધે ને કચ્છનો વધુ વિકાસ થાય માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સચિવ રમેશ મેરજા તથા કચ્છ- મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા સતત પ્રયાસ ને મહેનત કરી રહ્યા છે.