For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાંચ લોકોની હત્યાના ગુનામાં આરોપીના જામીનનો હુકમ સ્થગીત રાખવાની અરજી ફગાવતી અદાલત

04:13 PM May 27, 2025 IST | Bhumika
પાંચ લોકોની હત્યાના ગુનામાં આરોપીના જામીનનો હુકમ સ્થગીત રાખવાની અરજી ફગાવતી અદાલત

કચ્છના હમીરપરમાં જમીન મુદે ચાલતી તકરારમાં કારને આંતરી પાંચ લોકોનું ઢીમ ઢાળી દીધાનો 22 આરોપી સામે ગુનો નોંધાયો’તો

Advertisement

કચ્છના હમીરપર ગામે જમીનની અદાવતમાં સામૂહિક સશસ્ત્ર હુમલામાં પાંચ સગા સંબંધીની થયેલી હત્યાના અતિ ચકચારી ગુન્હામાં પકડાયેલા રાપરના ક્ષત્રીય આગેવાનના જામીન ભચાઉ સેશન્સ કોર્ટે મંજુર કર્યા છે.
આ કેસની હકીકત મુજબ કચ્છના હમીરપર ગામની સીમમાં આવેલ ખેતીની જમીન બાબતે ચાલતા જુના ઝઘડાએ રૌદ્ર રૂૂપ ધારણ કરતા બે વર્ષ પહેલા ફરીયાદી રમેશ ભવાનભાઈ રાજપુત તથા તેના પરીવારજનો પોતાની વાડીએ સ્કોર્પિયો ગાડીમાં જતા હતા ત્યારે બપોરના સમયે આરોપીઓએ ફીલ્મી ઢબે સ્કોર્પિયો ગાડીના આગળના ભાગે ટ્રેકટર ભટકાડી ગાડી ઉભી રખાવી રોડ બ્લોક કરી દઇને મહિલાઓ સહિતના સશસ્ત્ર લોકોએ સ્કોર્પિયોમાં બેઠેલા પરિવારજનો ઉપર લાકડી, ધારીયા, બંધુક જેવા હથિયારોથી હુમલો કરતા હુમલામાં ફરીયાદીના સગાઓ અખા જેસિંગભાઈ ઉમટ, પેથાભાઈ ભવનભાઈ રાઠોડ, અમરા જેસંગભાઈ ઉમટ, લાલજી અખાભાઈ ઉંમટ તથા વેલા પાંચાભાઈ ઉમટના એમ પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા નિપજાવ્યા અંગે રમેશ ભવાનભાઈ રાજપુતની ફરિયાદ ઉપરથી 22 લોકો વિરૂૂધ્ધ હત્યા, ધાડ, લૂંટ, રાયોટિંગ તથા આર્મસ એકટ સહિતનો ગુન્હો નોંધાયો હતો.

એક સાથે પાંચ લોકોની હત્યા અંગે પોલીસે ફરીયાદમાં જણાવેલ તમામ આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કરેલ હતા. જેલ હવાલે રહેલા આરોપી ભગુભા વાઘેલાએ ભચાઉની સેશન્સ અદાલતમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ આરોપી ભગુભા હસુભા વાઘેલાને ગુજરાત રાજયની હદ ન છોડવા અને કેસમાં નિયમીતપણે હાજર રહેવા સહીતની શરતોને આધીન જામીન પર મુકત કરવા હુકમ ફરમાવેલ હતો. દરમિયાન ફરીયાદપક્ષે જામીનનો હુકમ વડી અદાલતમાં પડકારવા માંગતા હોવાનું જણાવી
જામીનનો હુકમ ચાર અઠવાડીયા પુરતો મોકુફ રાખવા અરજી કરી હતી. ફરિયાદ પક્ષની જે અરજીની સામે આરોપી તરફે સર્વોચ્ચ અદાલતના ચુકાદા પર આધાર રાખી અરજી ટકવાપાત્ર ન હોવાની કરેલી દલીલો ધ્યાને લઈને ફરીયાદ પક્ષની જામીનનો હુકમ મોકુફ રાખવાની અરજી નામંજુર કરવામાં આવી છે.

Advertisement

આ કેસમાં આરોપી વતી રાજકોટના ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, હરેશ કાંઠેચા, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદીમ ધંધુકીયા, વિશાલ કૌશીક, ભુમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી અને રોહન જટાવડીયા રોકાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement