For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નખત્રાણાના ઉગેડી-રતડિયા માર્ગ નજીક ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત, દંપતીનું મોત

03:19 PM Nov 12, 2025 IST | admin
નખત્રાણાના ઉગેડી રતડિયા માર્ગ નજીક ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત  દંપતીનું મોત

તાલુકાના ઉગેડી રતડીયા માર્ગ પર ભુજ તરફ જતી ટ્રક અને માતાનામઢ તરફ જતી ઈકો કારનું અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સારવાર દંપતીનું ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે એકને ઈજા પહોચતા સારવાર તળે ખસેડવામાં આવ્યો છે.

Advertisement

નખત્રાણા પોલીસ મથકના પીઆઈ એ.એમ.મકવાણાએ વિગતો આપતા જણાવ્યું કે,મંગળવારે ઉગેડી રતડીયા માર્ગ પર ઇકો કાર અને ટ્રકનો અકસ્માત સર્જાયો હતો.જેમાં 22 વર્ષીય આરતીબા વિશાલસિહ સોઢા અને તેમના 25 વર્ષીય પતિ વિશાલસિહ રતનસિંહ સોઢા(રહે.માતાનામઢ)નું મોત નીપજ્યું હતું.ઇકો કાર નંબર જીજે 12 એફઈ 5371 થી ઘરે જતા સમયે ભુજ તરફ જતી ટ્રક નંબર જીજે 12 એક્ષ 2224 સાથે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો ભયંકર હતો કે ઇકો કારનો બુકડો બોલી ગયો હતો.ઘટનાની જાણ થતા નખત્રાણા પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રસ્તા પર સર્જાયેલો ટ્રાફિક હડવો કરાવ્યો હતો.હતભાગી દંપતીને નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યારે અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા નીકુલસિંહ લાલુભા સોઢાને સારવાર માટે ભુજની હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

Advertisement

બનાવની જાણ થતા ઉગેડી ગામના સરપંચ કરણભાઈ રબારી સહીતના લોકો મદદરૂૂપ થવા સ્થળ પર દોડી ગયા હતા.સમગ્ર મામલે નખત્રાણા પોલીસે ગુનો દાખલ કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.અકસ્માતમાં મૃત્યુ થયેલ દંપતીના એક વર્ષ અગાઉ જ લગ્ન થયા હોવાનું પણ સામે આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement