રાજકોટ માવતર ધરાવતી પરિણીતાએ છૂટાછેડા વગર બીજા લગ્ન કરતા ફરિયાદ
પત્ની, સસરા અને બીજા પતિ વિરૂદ્ધ છેપિંડીનો ગુનો નોંધ્યો
કચ્છના અબડાસા તાલુકાના તેરાની પરિણીતાએ છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કરી ઘરસંસાર માંડીને પુત્રીને જન્મ આપતાં પતિએ તેની પત્ની, બીજા પતિ તથા રાજકોટ રહેતા તેમના સસરા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.આ અંગે નલિયા પોલીસ મથકે તેરાના વીરભદ્રસિંહ જીલુભા સોઢાએ નોંધાવેલી વિગતવાર ફરિયાદ મુજબ રાજકોટના રણજિતસિંહ જાડેજાની પુત્રી ભાગ્યશ્રીબા સાથે તા.19/11/18ના કોઠારા ખાતે સમાજના સમૂહલગ્નમાં લગ્ન થયા હતા અને તેરામાં તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા હતા. ફરિયાદીનો પત્ની ભાગ્યશ્રીબા સાથે વૈચારિક મતભેદો થતાં પાંચેક વર્ષ પૂર્વે ભાગ્યશ્રીબાને તેના પોતાના ઘરે તેડી ગયા હતા.
આ બાદ ફરિયાદીના પત્ની અને સસરાએ ભરણપોષણ તેમજ ઘરેલુ હિંસા અંગેની ફરિયાદ નોંધાવી હતી જે હાલ જ્યુડિશીયલ પેન્ડિંગ છે. આ ઉપરાંત કોર્ટ કેસ દાખલ કર્યા છે.આરોપી ભાગ્યશ્રીબાના ફરિયાદી સાથે છૂટાછેડા ન થયા હોવાની જાણ છતાં તેના પિતા રણજિતસિંહે ભાગ્યશ્રીના બીજા લગ્ન આરોપી હિતેન્દ્રસિંહ ભુરૂૂભા વાઘેલા (રહે. સાણંદ) સાથે કરાવી તેઓના આ ગેરકાયદેસર અનૈતિક લગ્ન જીવનથી એક પુત્રી નામે હિમાંશીબા વાઘેલાનો જન્મ તા.4/3/23ના થયો છે.
ઉપરાંત આરોપી ભાગ્યશ્રીબાએ ફરિયાદી પતિ પાસેથી પૈસા પડાવવા માટે રાજકોટ તેમજ ગાંધીનગર કોર્ટમાં અલગ અલગ સરનામાં દર્શાવી ભરણ પોષણની અરજીઓ કરી છે.આમ, ફરિયાદી સાથે લગ્ન ચાલુમાં હોવાની જાણ છતાં કૃત્ય કરાતાં આરોપી ભાગ્યશ્રીબા વિરભદ્રસિંહ સોઢા(રહે.રામાવતની ડેલી ગોધાવી, સાણંદ),તેમનો બીજો પતિ હિતેન્દ્રસિંહ ભુરુભા વાઘેલા (રહે.સાણંદ) અને સસરા રણજિતસિંહ જાડેજા(રહે.સરકારી કોલોની બ્લોક નંબર.1/8,બહુમાળી ભવન પાછળ રેસકોર્સ રોડ,રાજકોટ) વિરુદ્ધ છેતરપિંડી-વિશ્વાસઘાત સહિતની વિવિધ કલમો તળે ફરિયાદ નોંધાવી છે.