For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધીધામમાં નેક્સસ ક્લબની મિલકત પચાવવા મામલે આરએફઓ સહિત પાંચ સામે ફરિયાદ

01:59 PM Jan 28, 2025 IST | Bhumika
ગાંધીધામમાં નેક્સસ ક્લબની મિલકત પચાવવા મામલે આરએફઓ સહિત પાંચ સામે ફરિયાદ

Advertisement

શહેરના ઓમ સિનેમા નજીક આવેલા એસ.આર.સી.ના સિંધુ ભવન-નેકસસ કલબ અંગે અપ્રામાણિકપણે મિલકત પચાવી પાડવાના એકમાત્ર ઇરાદે બનાવટી કરારો કરી, બનાવટી ફોર્મ-જી બનાવી તેને રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સમાં વેલ્યુએબલ સિક્યુરિટી તરીકે રજૂ કરી કબજો ઝૂંટવી લેવાનાં પ્રકરણમાં પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવ અંગે ફરિયાદી સુભાષચંદ્ર જમનાપ્રસાદ સ્વામીએ જીતુ હરકિશન ચંદનાની, હરકિશન એમ. ચંદનાની, ગુલ ગોપાલદાસ દરિયાણી, માધુરી ગુલ દરિયાણી, આર.ઓ.એફ.ના એમ. સી. પ્રજાપતિ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સ્પાર્ક હોસ્પિટાલિટી એન્ડ ઇવેન્ટના અગાઉ સુરેશ બિરિયાની, સુનીલ બિરિયાની, લવિના બિરિયાની, શીખા બિરિયાની, ફરિયાદી તથા અનિલ બેલાણી અને મનીષા બેલાણી ભાગીદાર હતા. બાદમાં અન્ય ભાગીદારો નીકળી જતાં ફરિયાદીએ ગુલ ગોપાલદાસ દરિયાણી અને તેના પત્ની માધુરી દરિયાણીને વચગાળાની વ્યવસ્થાના ભાગરૂૂપે વ્યક્તિગત સમજૂતી કરીને બંનેને ભાગીદાર બનાવ્યા હતા.

બાદમાં ગુલ દરિયાણીએ પોતાની પત્નીને છૂટા કરી જીતુ હરકિશન ચંદનાનીને ભાગીદાર બનાવી દસ્તાવેજ પુરાવા એમ. સી. પ્રજાપતિ રજિસ્ટ્રાર આર.ઓ.એફ.ની કચેરીમાં સાચાં તરીકે રજૂ કર્યા હતા. રજિસ્ટ્રાર ઓફ ફર્મ એમ. સી. પ્રજાપતિએ ફરિયાદીની ભાગીદારી પેઢીના ભાગીદારોની ખરી હકીકત તરીકે જે-તે ડોક્યુમેન્ટથી જુદા જુદા સમયે મૂળ ભાગીદારો છૂટા થયા, નિવૃત્ત થયા, રાજીનામાં આપ્યાં વગેરે હકીકતોની તેની ફરજ મુજબ ચકાસણી, ખાતરી કર્યા વિના જ ગુલ દરિયાણી, જીતુ ચંદનાનીના ગુનાહિત કાવતરાં મુજબ ષડયંત્રમાં ભાગીદારી હક્ક ફેરફાર નોંધી આપી ગુનો કર્યો હોવાનું પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં જણાવાયું હતું. બાદમાં આરોપીઓએ ફરિયાદીના અન્ય ભાગીદાર રતિલાલ સોલંકી અને દીપ્તિબેન આશર સાથે ધાકધમકી કરી સિંધુ ભવનમાં રહેલી કિંમતી વસ્તુઓ પર કબજો કરી લીધો હોવાનું જણાવાયું હતું, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement