અંજારના વરસામેડીની ટ્રાન્સપોર્ટ પેઢીના બે ભાગીદારે 1.8 કરોડ પડાવી લીધાની ફરિયાદ
વરસામેડી પાસે આવેલી ટ્રાન્સપોર્ટ પેઢીના એક ભાગીદાર બીમાર પડતાં વતન ગયા પછી તેના બે પાર્ટનરોએ કંપનીના બેંક ખાતામાંથી રૂૂ.1.08 કરોડ ટ્રાન્સફર કરાવી લઇ કંઇ બોલીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી વિશ્વાસઘાત કર્યો હોવાની ઘટનામાં ભોગ બનનારે બે પાર્ટનર સામે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મુળ રાજસ્થાનના હાલે મુન્દ્રાના નાના કપાયા રહેતા સમીરભાઇ જગદિશપ્રસાદ શર્માએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત.22 જાન્યુઆરી 2021 માં તેમણે જયપાલ ગડસીરામ ગુર્જર અને વિક્રમ શેખાવત સાથે ભાગીદારીમાં વરસામેડી પાસે જે.એસ.એલ. લોજિસ્ટિક કંપની શરૂૂ કરી હતી.
માર્ચ-2022 માં જયપાલે તેના મોટાભાઇ છજુરામ ગુર્જરના નામે પ્રિન્સ લોજિસ્ટિક કંપની મુન્દ્રા શરૂૂ કરી ત્યારબાદ તેમની કંપનીનો ધંધો ઓછો થતાં વિક્રમે તેમને જયપાલ વિશ્વાસઘાત કરી રહ્યો છે જણાવતાં બધાએ બેઠક કરી જેમાં પ્રિન્સ લોજિસ્ટીકના છાજુરામે બન્ને કંપની સરખી છે બન્નેમાં જે નફો જશે તેમાં હું પણ સરખો ભાગ આપીશ કહી વિશ્વાસમાં લીધા હતા.
ત્યારબાદ સરખા ભાગ પેટે રૂૂ.16 લાખ નિકળતા હતા તે ન આપતાં ભાગીદારોને છુટા કરી કંપની બંધ કરવાનું કહેતા જયપાલે મીઠું બોલી બન્નેમાં 50 ટકા ભાગ મળતો રહેશે કહી વિશ્વાસ અપાવ્યો અને કંપની ચાલુ રહી ત્યારબાદ તેમની નબિયત નાદુરસ્ત રહેતી હોવાથી તેઓ ઘણો સમય વતનમાં રહ્યા તે દરમિયાન જયપાલ અને છાજુરામે કાવતરૂૂં રચી કંપનીના બેંક ખાતામાંથી રૂૂ.1 કરોડ 08 લાખ 89 હજાર 889 જેટલી રકમ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ રકમનો હિસાબ માગતાં જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનું જણાવી બન્ને વીરૂૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.