આદિપુરમાં રેલવે પાટાની બાજુમાં ઝાડ સાથે વાયર બાંધી CISFના જવાનનો આપઘાત
આદિપુરની સિનિયર સિટીઝન સોસાયટી પાછળ રેલવે પાટાની બાજુમાં ઝાડમાં વાયર બાંધી સીઆઇએસએફના જવાને ભેદી સંજોગો વચ્ચે ફાંસો ખાઇ લઇ જીવન ટુંકાવી લીધું હોવાની, તો કાર્ગો પેટ્રોલપમ્પ પાસે અજ્ઞાત યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હોવાની ઘટનામાં ટીબીની બીમારી કારણભૂત હોવાનું બહાર આવ્યું છે.
આદિપુર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, તા.19/10 ના આદિપુરની સિનિયર સિટિઝન સોસાયટી પાછળના ભાગે રેલવે પાટા નજીક ઝાડમાં કોઇ અજાણ્યા યુવાને ઝાડમાં વાયર બાંધી ફાંસો ખાઇ લીધો હોવાની જાણ પોલીસને કરાતાં , પોલીસ ઘટનાસ્થળે ધસી ગઇ હતી અને મૃતદેહ રામબાગ હોસ્પિટલ પહોંચાડ્યો હતો.
આ બાબતે તપાસનિશ અધીકારી સેક્ધડ પીઆઇ આર.સી. રામાનૂજને પુછતાં તેમણે પ્રાથમીક તપાસમાં 40 વર્ષીય મૃતક યુવાન સીઆઇએસએફનો જવાન હોવાનું અને તેનું નામ અદારી દશરથ એકનાથ હોવાનું જાણવા મળ્યું છે કયા કારણોસર તેણે અંતિમ પગલું ભરી લીધું તે જાણવા આગળની તપાસ હાથ ધરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
