કચ્છ કાર્નિવલમાં સહભાગી બની કચ્છીયતના રંગે રંગાયા મુખ્યમંત્રી
નવા વર્ષની શુભેચ્છા પાઠવી કચ્છી માડુઓ સાથે ઉજવી અષાઢી બીજ: ભુજના હમીરસરકાંઠે 2500થી વધુ કલાકારોએ 62 ફ્લોટ સાથે પોતાની કલાના કામણ પાથરી શ્રોતાઓને કર્યા મંત્ર મુગ્ધ
ભુજ ખાતે આજરોજ કચ્છ કાનિર્વલનો શુંભારભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છીમાડુઓને કચ્છી નૂતન વર્ષ અષાઢીબીજની શુભેચ્છા પાઠવીને જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં ઉત્સવો અને તહેવારો તથા મેળાવડાઓ આનંદ-પ્રમોદનું એક માધ્યમ છે. એમાંય કચ્છીઓ તો પોતાના આગવા ખમીર અને ઝમીરથી ઉત્સવો માણવા માટે પ્રખ્યાત હોવાથી દેશ વિદેશથી કચ્છ આવતા લોકોને કચ્છની પરંપરાગત અને ભાતીગળ સંસ્કૃતિ, ખાન-પાન, કલા કારીગરીથી પરિચિત કરાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કચ્છ કાર્નિવલ તથા રણોત્સવનું આયોજન કરી કચ્છની વિશેષ સંસ્કૃતિ અને ઉત્સવપ્રિયતાને વિશ્વથી રૂૂબરૂૂ કરાવી હતી. વડાપ્રધાનએ કચ્છના રણને રણોત્સવ દ્વારા પ્રવાસનનું તોરણ બનાવીને કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા ની ટેગ લાઈન સાથે વિશ્વમાં કચ્છની આગવી ઓળખ ઉભી કરી છે. હાલ, કચ્છ વડાપ્રધાનના વિકાસના વિઝન અને કમિટમેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે.
કચ્છ કાર્નિવલમાં કચ્છીયતના રંગે રંગાઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ કાર્નિવલની પરંપરાને વિસ્તારવાના વડાપ્રધાનના પ્રેરક સૂચનને ઝિલનાર સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાને અભિનંદન પાઠવતા ઉમેયું હતું કે, વડાપ્રધાનએ ભૂકંપનો માર ઝીલનાર કચ્છને ફરી બેઠું કરીને પ્રવાસનના વિકાસનો પર્યાય બનાવ્યું છે. કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા વડાપ્રધાનએ કચ્છનું પૂર્નનિર્માણ કરી કચ્છના વિકાસને નવી દિશા આપતા એક સમયનું વેરાન કચ્છ હવે વિશ્વ વિખ્યાત બન્યું છે. વિકાસના કારણે જ યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને નબેસ્ટ ટુરિઝમ વિલેજથનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
કચ્છના વિકાસની વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના વિઝન થકી 2001ના વિનાશક ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં બનેલ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલનો વિશ્વના ત્રણ સૌથી સુંદર મ્યુઝિયમમાં સમાવેશ કરાયો છે. તેમના પ્રયાસોથી જ રાષ્ટ્રીયતાના પ્રતીક સમાન શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરીયલ ક્રાંતિ તીર્થ માંડવી ખાતે નિમાર્ણ પામ્યું છે તેમજ યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની પ્રાચીન સંસ્કૃતિનો ભવ્ય વારસો પણ કચ્છમાં સચવાયેલો છે.
આ પ્રસંગે સાસંદ વિનોદભાઈ ચાવડાએ કચ્છીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, અષાઢીબીજ એટલે દેશ વિદેશમાં વસતા દરેક કરછીમાડુઓનો લોક ઉત્સવ. અષાઢી બીજના ખેડૂતો નવું વાવેતર કરતા હોય છે, સાગર ખેડૂઓ દરિયો ખેડી પરત આવતા હોય છે તેમજ ઘરે ઘરે લાપસીના આંધણ મુકાય છેકચ્છી નવા વર્ષે ખેંગારબાગ પાસે મહારાવ મદનસિંહજીની પ્રતિમા પાસેથી પ્રારંભ કરાયેલ કાર્નિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કલાકારોની કૃતિઓ ઉમેદનગર સુધીના માર્ગે રજૂ કરવામાં આવી હતી. કચ્છી કલા અને સંસ્કૃતિની ઝાંખીઓની પ્રસ્તૃતિથી કચ્છીયત સૌળે કળાએ ઝળકી ઉઠી હતી.
કચ્છભરના 2500 જેટલા કચ્છી કલાકારોએ કચ્છ, ગુજરાત તથા અન્ય રાજ્યની સંસ્કૃતિને 62 ફલોટના માધ્યમથી રજૂ કરીને કલાના કામણ પાર્થયા હતા. કચ્છ કાર્નિવલમાં વિવિધ સમાજ, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ, શાળાઓ, મહિલા મંડળો વગેરે જોડાઇને વિવિધ થીમ પર 62 કૃતિઓ રજૂ કરી હતી, જેમાં કચ્છ ઢોલી, મઠો અસાંજો કચ્છડો, પાંજા સંત ઓધવરામ, માં મઢવાળીની શરણે, કચ્છડો કામણગારો, કચ્છ ચારણી ગરબો, સ્વર્ણિમ ભારત, તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે રમતનું મહત્વ, નારીશક્તિ, તલવારબાજી, કેરેલા ફોલ્ક ડાન્સ, યોગાસન, બેકપાઇપ બેન્ડ, કચ્છી રાસ, ઓપરેશન સિંદૂર, હસ્તકલાથી હાઇટેક સુધીની યાત્રા સહિતની પ્રસ્તૃતિ નિહાળી લોકો મંત્રમૃગ્ધ થયા હતા. રંગેચંગે નીકળેલા કાર્નિવલ અને જનમેદનીના ઉત્સાહ - ઉલ્લાસ થકી સુશોભિત કરાયેલો ઐતિહાસિક હમીરસર કાંઠો અષાઢી બીજની સંધ્યાએ ગાજી ઉઠ્યો હતો.