કચ્છના કુરનમાં મુખ્યમંત્રી બન્યા શિક્ષક, ભૂલકાઓની આંગળી પકડી કરાવ્યો પ્રવેશ
ભાળકોને ભણાવવા માટે શિક્ષકો સાથે વાલીની પણ જવાબદારી
ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ સરહદી ગામ એવા કચ્છના કુરનમાં નાના ભૂલકાઓને આંગળી પકડી શાળામાં પાપા પગલી કરાવી હરખભેર પ્રવેશ કરાવ્યો હતો તેમણે કુરન ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાના અત્યાધુનિક ભવનનું લોકાર્પણ કરી વર્ગખંડમાં બાળકો સાથે ગોષ્ઠી કરી હતી અને શાળા પરિસરની મુલાકાત લીધી હતી.
કચ્છની સરહદે આવેલા કુરન ખાતેથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ પ્રાથમિક શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજી શાળામાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને કામગીરીની સમીક્ષા કરી જરૂૂરી સૂચનો કર્યા હતા.
શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, બાળકો ભણી અને આગળ વધે તે જોવાની જવાબદારી શિક્ષકોની સાથે વાલીની પણ છે.
કુરન ગામમા ભણી ગણીને કેટલા લોકો ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, આર્મી વગેરેમા નોકરીમાં જોડાયા છે તેની પૃચ્છા કરી હતી બાળકોની સાથે કાલીધેલી ભાષામા ગોષ્ઠી કરતા તેમણે શાળાએ નિયમિત આવવા જણાવ્યું હતું અને બાળકો પાસે ઘડિયા પણ બોલાવ્યા હતા.