For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છ ફરવા આવેલા એમ.પી.ના કોર્પોરેટરને સસ્તા સોનાની લાલચ આપી ચીટરોએ લૂંટી લીધા

12:45 PM Jun 09, 2025 IST | Bhumika
કચ્છ ફરવા આવેલા એમ પી ના કોર્પોરેટરને સસ્તા સોનાની લાલચ આપી ચીટરોએ લૂંટી લીધા

ચાર શખ્સો સામે ગુનો નોંધાયા બાદ એકને ઝડપી લેવાયો

Advertisement

સસ્તા સોનાના નામે ઠગાઈના બનાવો વધી રહ્યા છે તેવામાં ભુજના ચિટરોએ મધ્યપ્રદેશના નગરસેવકને ભુજમાં લૂંટી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના હરપાલપુર નગરપાલિકાના વોર્ડ નંબર 11 ના નગરસેવક રાજેન્દ્ર જયરામ મિશ્રાએ ભુજ બી ડિવિઝન પોલીસમા નોંધાવેલી ફરીયાદ પ્રમાણે સાત દિવસ પહેલા તે અને તેમના પત્ની ભુજ આવ્યા હતા. તા. પ નાં રોજ નગરપાલીકાની ઓફીસમા ઓપરેટર તરીકે કામ કરતો મહેન્દ્ર સોનીનો સંપર્ક ગઠીયા સાથે થયો હતો .

મહેન્દ્રએ મોબાઈલ નંબર આપતા ફરિયાદીએ ફોન કરી સોનાના બિસ્કીટ બાબતે પૂછપરછ કરતા જ્યુબિલિ સર્કલ પાસે મુલાકાત માટે બોલાવ્યા હતા જ્યાં આરોપી ક્રેટા કલરની ગાડી નંબર જીજે 12 એફએ 9774 લઈને આવ્યો અને પોતાનું નામ અબ્દુલફારૂૂક સમા હોવાનું કહી તૈબાહ ટાઉનશિપમાં ઘરે લઈ ગયો જ્યાં સોનાના બિસ્કીટ બતાવ્યા હતા.બિસ્કીટ બાબતે પૂછતા આ સોનાના બિસ્કીટ દુબઈથી લાવે છે અને બજારભાવ કરતા 15 થી 20 ટકા સસ્તા ભાવે વેચાણ કરવામાં આવે છે તેમ જણાવતા ફરિયાદીએ તેઓ હાલ ભુજ ફરવા આવ્યા હોવાથી રોકડા રૂૂપિયા નથી તેમ કહ્યું હતું.

Advertisement

ત્રીજા દિવસે 7 જુલાઈના પતિ-પત્ની સ્મૃતિવન ખાતે ફરવા ગયા ત્યારે આરોપીએ ફોન કરી મળવાનું જણાવતા ઝાંસી કી રાની સર્કલ પાસે મુલાકાત માટે બોલાવ્યા હતા.ક્રેટા ગાડીની બાજુમાં ત્રણ માણસો ઉભા હતા તેઓએ વાતચીત દરમિયાન ફરિયાદીને કહ્યું કે, જો તમારે હમણાં સોનું ખરીદવાના રૂૂપિયા ના હોય તો વાંધો નહીં હમણાં તમારી પાસે જેટલા રૂૂપિયા હોય તેટલા આપો, અમારી પાસેથી સોનાનું બિસ્કિટ સેમ્પલ માટે લઈ જાઓ અને તમારે ત્યાં બજારમાં વેચી નાખજો જો વિશ્વાસ આવે તો પછી સોનાનો વેપાર કરજો વાત વાતમાં પોતાની પાસે 2.30 લાખ રોકડા હોવાનું બોલી ગયા હતા.

થોડીવાર આડી અવળી વાતચીત કર્યા બાદ એક માણસે પત્નીના હાથમાં રહેલી બેગ છીનવી લીધી અને બીજા માણસે ફરિયાદીને ધક્કો મારી નીચે પાડી દઇ આરોપીઓ ક્રેટા ગાડી લઈને ભાગી ગયા હતા.પીછો કર્યો પણ તેઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. આમ અબ્દુલફારૂૂક સમા અને તેની સાથેના 3 અજાણ્યા ઈસમોએ બજારભાવ કરતા સસ્તા ભાવે સોનુ આપવાનું કહી બિસ્કીટ બતાવી 2.30 લાખ રૂૂપિયાની છેતરપીંડી, સ્નેચિંગ કરતા ગુનો દાખલ કરાવાયો હતો.

એલસીબીએ એક આરોપીને ગાડી સાથે ઝડપી લીધો ભુજ બી ડિવિઝન પોલીસમાં ચાર શખ્સો સામે ગુનો દાખલ થયા બાદ એલસીબીએ એક આરોપીને ઝડપી લીધો છે.

એલસીબીની ટીમને બાતમી મળી કે,ગુના કામે વપરાયેલી ક્રેટા કાર રેલવે સ્ટેશન બહાર છે જેથી તાત્કાલીક પહોંચી કાર સાથે આરોપી ડોલર હોટલ સામે જયપ્રકાશ નગરમાં રહેતા આસિફ રમજુ તુર્કને ઝડપી લેવાયો હતો.
તેની પાસેથી બે મોબાઈલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement