રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કેન્દ્રીય ટીમ સુરેન્દ્રનગર-મોરબી-કચ્છની મુલાકાતે

10:50 AM Sep 14, 2024 IST | admin
Advertisement

અતિવૃષ્ટિના કારણે કૃષિ સહિતના ક્ષેત્રોમાં થયેલા નુકસાનનું જાત નિરીક્ષણ કર્યુ, 15મી સુધી વિવિધ જિલ્લાઓમાં ફરશે

Advertisement

ગુજરાતમાં થયેલ અતિવૃષ્ટિમાં ખેતી સહિતના ક્ષેત્રોમાં થયેલ વ્યાપક નુકસાનના જાત નિરીક્ષણ માટે ગઈકાલથી કેન્દ્ર સરકારની ઈન્ટર મિનિસ્ટ્રીયલ ટીમનું આગકમન થયું છે અને ગઈકાલે આ ટીમે સુરેન્ધ્રનગર, મોરબી તથા કચ્છ જિલ્લામાં જાત નિરીક્ષણ કર્યુ હતું અને સ્થાનિક અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. આ ટીમ આગામી તા.15મી સુધી વિવિધ જિલ્લાઓમાં ફરી નુકસાનીનું નિરીક્ષણ કરનાર છે.

ભારે વરસાદ સંદર્ભે નુકસાની તેમજ રિસ્ટોરેશનના ડોક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ઈન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના અધિકારીઓને બેઠકમાં આવકારીને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ ભારે વરસાદની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ પ્રેઝેન્ટેશનના માધ્યમથી પૂર્વ તૈયારીઓ અને ભારે વરસાદ બાદ વહીવટીતંત્ર દ્વારા રિસ્ટોરેશન તેમજ સહાય વિતરણની કામગીરીની વિગતો ટીમ સમક્ષ રજૂ કરી હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ આ બેઠક દરમિયાન વિગતવાર માહિતી આપતા ટીમને જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ તમામ પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી.

કલેક્ટરએ ભારે વરસાદની સ્થિતિમાં દરિયાકાંઠાના નજીકના વિસ્તારમાંથી સ્થળાંતરની કામગીરી, કલસ્ટર વાઈઝ નોડલ અધિકારીશ્રીઓની નિમણૂક, કોમ્યુનિકેશન વ્યવસ્થા, સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓના સહયોગથી ફૂડ પેકેટ વિતરણ વ્યવસ્થા, પાણી વિતરણ, વીજ પુન:સ્થાપનની કામગીરી, ઝાડ ટ્રિમિંગ, ભારે વરસાદની સ્થિતિ પહેલા જ સર્ગભા મહિલાઓનું મેડિકલ ફેસિલિટીઝમાં સ્થળાંતર, પશુઓની સુરક્ષા માટેના દિશાનિર્દેશો, ધાર્મિક સ્થળો-પ્રવાસન સ્થળો તેમજ નદી નાળા કોઝવે બંધ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સહિતના યુદ્ધના ધોરણે લેવાયેલા પગલાઓ વિશે જાણકારી આપી હતી.

દિલ્હીથી આવેલી ટીમના સભ્યો સર્વે મિલેટ ડેવલ્પમેન્ટના ડાયરેક્ટરશ્રી સુભાષ ચંદ્રા, રૂૂરલ ડેવલ્પમેન્ટ વિભાગના ડેપ્યૂટી ડાયરેક્ટરશ્રી તિમન સિંઘ, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝના એક્ઝિક્યુટિવ ઈજનેરશ્રી સૌરવ શિવહરે, રાજ્ય સરકારના લાયઝન ઓફિસર અને ડેપ્યૂટી કલેક્ટરશ્રી વિપુલકુમાર સાકરીયાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરીને ભારે વરસાદની સ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઈજનેરશ્રી વી.એન.વાઘેલા, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના અધિક્ષક ઈજનેરશ્રી એમ.જે.ઠાકોર સહિત કચ્છ વહીવટીતંત્રના શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
gujaratgujarat newskachchsurendranagr
Advertisement
Next Article
Advertisement