કચ્છમાં બુટલેગરો બેફામ, એક જ રાતમાં 1.92 કરોડનો દારૂ ઝડપાયો
લીસ્ટેડ બુટલેગરનો દારૂનો જથ્થો પંજાબથી મુન્દ્રા પહોંચી ગયો, 3504 દારૂની બોટલ અને 43,200 બિયર ટીન કબજે
બીજા દરોડામાં 60.54 લાખનો દારૂ જપ્ત કરાયો, ટ્રાન્સપોર્ટ કમિશન એજન્ટની ધરપકડ; ચારના નામ ખુલ્યા
કચ્છમાં બેફામ બનેલાં બૂટલેગરો પર ખાખીની કોઈ ધાક જ ના રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગાંધીધામ, માંડવી, મુંદરા અને કોડાયમાં કુલ પાંચ દરોડામાં પોલીસે 1 કરોડ 92 લાખ 65 હજારનો શરાબનો જંગી જથ્થો જપ્ત કર્યો છે.
મુંદરાના ધ્રબમાં પશ્ચિમ કચ્છ LCB એ ગત રાત્રે ત્રગડી અને ખાનાયના બે વોન્ટેડ બૂટલેગરે ક્ધટેઈનરમાં ઘૂસાડેલો 1.29 કરોડનો શરાબ ઝડપ્યો તેની સમાંતર ગાંધીધામના ગળપાદરમાં પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે સાંગ નદી નજીક ગૌશાળા અને જૂના રેલવે પુલ પાસે એક આઈશર ટ્રકમાંથી 60.54 લાખનો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. પ્રથમ દરોડામા ત્રગડી ગામના યુવરાજસિંહ વજુભા જાડેજા અને અબડાસાના ખાનાયાના જીતુભા નામના લીસ્ટેડ બૂટલેગરોનો આ જથ્થો હોવાનું બહાર આવ્યું છે. તેમજ જયદિપસિંહદ રાઠોડ, ટ્રેલર માલિક નવુભા જાડેજા અને ટ્રેલર ચાલકના નામ પણ ખુલ્યા છે. આરોપીઓએ પંજાબથી આ માલ ક્ધટેનરમાં છુપાવી મુન્દ્રા સુધી પહોંચાડ્યો હતો અને ધ્રબ ગામની સામમાં આવેલા ક્ધટેનર યાર્ડમાં છુપાવી રાખ્યો હતો. બાતમીના આધારે પોલીસે આ જથ્થો ઝડપી પાડયો હતો.
પોલીસે દારૂૂની 3504 બોટલો અને 43,200 બીયરના ટીન પકડી પાડ્યા છે. કબ્જે થયેલો પ્રોહિબિશનની કિંમત રૂૂપિયા 1 કરોડ 29 લાખ 10 હજાર 800 થાય છે. 2 લાખના ક્ધટેનર સહિત કુલ રૂૂ.1 કરોડ 31 લાખ 10 હજાર 800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની સત્તાવાર વિગત મુજબ દારૂૂની બોટલોની કિંમત 38,38,800/- થાય છે, જ્યારે બીયરના ટીનની કિંમત 90,72,000/- નોંધાઈ છે. ઉપરાંત જેમા દારૂૂ ભરીને લઈ અવાયો તે ક્ધટેનર પણ કબ્જે કરાયું છે, જેની કિંમત 2 લાખ ગણવામાં આવી છે. આ મામલે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે બીજા દરોડામા ગાંધીધામના ગળપાદરમા સાંગ નદી નજીક આઈશરમાં પંજાબથી લવાયેલા માલનું કટિંગ થતું હતું ત્યારે જ પોલીસ ત્રાટકી હતી.
પોલીસને જોઈ ચાર પાંચ જણા અંધારામાં બાવળની ઝાડીમાં નાસી છૂટ્યાં હતા પરંતુ અરબાઝ સાયરબાનુ શાહમદાર નામનો (ઉ.વ. 22, રહે. ક્રિશ્ના સોસાયટી, વરસામેડી સીમ, અંજાર. ધંધો- ટ્રાન્સપોર્ટ કમિશન એજન્ટ) યુવક પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આઈશરમાં મરચાંની બોરીઓની ઓથે તથા ગુપ્ત ખાનામાં છૂપાવીને જુદી જુદી બ્રાન્ડની વ્હિસ્કી લવાઈ હતી. પોલીસે 60.54 લાખના મૂલ્યનો શરાબ જપ્ત કર્યો હતો.
સ્થળ પરથી પોલીસે એક એક્ટિવા જપ્ત કરી હતી. પોલીસે ઝડપેલા અરબાઝે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે ગળપાદરના સચિન ઊર્ફે સતલો વિનોદભાઈ ચૌહાણ (વાળંદ) અને વિપુલ ઊર્ફે વિશાલ લક્ષ્મણભાઈ પટેલ, સાગર ઊર્ફે વાઘ ઈશ્વરદાસ લશ્કરી (રામાનંદી સાધુ), નિખિલ ઊર્ફે નીકલો બીજલભાઈ વીરડા (આહીર)એ ભેગાં મળીને ધંધો કરવા માટે પાર્ટનરશીપમાં માલ મગાવ્યો હતો. અરબાઝ અને સતલાએ રણજીતસિંહ નામના શખ્સ પાસેથી શરાબનો જથ્થો મગાવ્યો હતો. ટ્રકમાંથી પોલીસે 30 કિલોગ્રામની એક એવી 1.63 લાખની કિંમતના મરચાંની 325 બોરી, આઈશરમાંથી મળેલો એક મોબાઈલ, 20 લાખનું વાહન, 50 હજારની એક્ટિવા, અરબાઝની અંગજડતીમાંથી મળેલો 50 હજારનો એપલ કંપનીનો મોબાઈલ ફોન વગેરે મળી કુલ 83.29 લાખનો મુદ્દામાલ ગુનાકામે કબજે કર્યો છે. તમામ આરોપીઓ તથા ટ્રકના માલિક, ચાલક વગેરે મળી 8 આરોપીઓ સામે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે પ્રોહિબિશનની ધારાઓ તળે ગુનો નોંધાવાયો છે.