ભુજના કેરામાં 27.19 લાખનો દારૂ મુકી બુટલેગરો ફરાર
પોલીસ ત્રાટકતા ભાગાભાગી, 2196 દારૂની બોટલ સહિત 34.19 લાખનો મુદ્દામાલ જપ્ત
હજુ આઠેક દિવસ પૂર્વે જ રાજ્યસ્તરની પોલીસ ટુકડીએ કેરામાં જડેશ્વર પાસે કુખ્યાત બુટલેગર અનોપસિંહ રાઠોડનાં કટિંગ થતા શરાબના અધધધ 1.28 કરોડના જથ્થા સાથે વાહનો અને વાહનચાલકો, મજૂરો સહિત 16 આરોપીને ઝડપી લીધા હતા. આ બાદ મોરબી પોલીસે પણ કેરા આવતો અનોપસિંહનો દારૂૂનો જથ્થો ઝડપયો હતો અને ગઈકાલે રાતે ફરી માનકૂવા પોલીસે કેરામાં જડેશ્વર પાસે જ કટિંગ થતો રૂૂા. 27.19 લાખનો શરાબનો જથ્થો ઝડપ્યો હતો.
જો કે પોલીસે દરોડો પાડતાં આરોપીઓ વાહન-શરાબનો જથ્થો મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટયા હતા. આમ આટલા દરોડા છતાં અનોપસિંહનો દારૂૂનો ધંધો બેફામ અવિરત રહ્યાનું સમજી શકાય છે. ગઈકાલે રાત્રે થયેલી આ દરોડાની કાર્યવાહી અંગે માનકૂવા પોલીસે જાહેર કરેલી વિગતો અને નોંધેલી ફરિયાદ મુજબ ઈન્ચાર્જ પી. આઈ. પી. પી. ગોહિલની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્કવોડના એ. એસ. આઈ. ઉપેન્દ્રસિંહ રાણા તથા કોન્સ. કિરણકુમાર પુરોહિતને સંયુક્ત બાતમી મળી હતી કે, કેરાની સીમમાં બુટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડ પોતાના માણસો સાથે અંગ્રેજી જથ્થો મગાવી કટિંગ કરી દારૂૂની હેરફેરની પેરવીમાં છે.
આ બાતમીના આધારે અડધી રાતે કેરાના ગજોડ રોડ પર જડેશ્વર સામે પડતર જમીન પાસે પહોંચી દરોડો પાડતાં પોલીસને દૂરથી જોઈ આરોપીઓ વાહનો-શરાબનો જથ્થો મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટયા હતા. આ દરોડામાં શરાબની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ 2196 બોટલ જેની કિં. રૂૂા. 27,19,022, બોલેરો પિકઅપ નં. જી. જે.-13-એએક્સ -2568 જેની કિં. રૂૂા. 7 લાખ એમ કુલ્લે રૂૂા. 34,19,022નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે માનકૂવા પોલીસે આરોપી અનોપસિંહ અભેસિંહ રાઠોડ (કેરા), માલ મોકલનાર, બોલેરોનો નાસી જનાર ચાલક તથા બોલેરો માલિક અને તપાસમાં જે ખૂલે તે તમામ વિરુદ્ધ પ્રો. એક્ટ તળે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. આ કામગીરીમાં પી. આઈ. શ્રી ગોહિલનાં માર્ગદર્શન હેઠળ એ. એસ. આઈ. ઉપેન્દ્રસિંહ, અજયસિંહ ઝનકાંત, હે. કો. જયપાલસિંહ જાડેજા, અશોકભાઈ ડાભી, વિનોદ ઠાકોર, કોન્સ. કિરણભાઈ પુરોહિત, મહેશભાઈ જાદવ, હે.કો. ડ્રાઈવર વિજયભાઈ ખાંટ જોડાયા હતા.