For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેલાના રણમાં ગુમ થયેલા ઇજનેરની પાંચમા દિવસે રણમાંથી લાશ મળી આવી

11:36 AM Apr 11, 2025 IST | Bhumika
બેલાના રણમાં ગુમ થયેલા ઇજનેરની પાંચમા દિવસે રણમાંથી લાશ મળી આવી

Advertisement

ગત તારીખ છ એપ્રિલે રાપર તાલુકાના સરહદી વિસ્તાર બેલા પાસે બીએસએફના રોડના સર્વે માટે ગયેલા ઈજનેર ની ટીમ રસ્તો ભૂલી જતાં રણ માગુમ થઈ ગઈ હતી જેમાં બે ને બીએસએફ દ્વારા શોધી કાઢી હેમખેમ બહાર લઈ આવ્યા હતા.

જયારે એક ઈજનેર અર્બનપાલની શોધખોળ છેલ્લા પાંચ દિવસથી પૂર્વ કચ્છ પોલીસની ટીમ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન ભચાઉ નાયબ પોલીસ વડા સાગર સાંબડા ખડીર પીઆઈ એમ.એન.દવેના વડપણ હેઠળ પોલીસ બીએસએફ વન વિભાગ સહિતની ટીમો શોધખોળ આદરી હતી ડ્રોન દ્વારા પણ શોધખોળ હાથ ધરાઇ હતી છતાં પતો લાગ્યો ન હતો.

Advertisement

ત્યારે બેલા નજીકની સુકનાવાંઢના રણ વિસ્તારમાંથી અર્બન પાલની લાશ મોડી સાંજે સાત વાગે પોલીસ બીએસએફ વન વિભાગ તથા આસપાસના ગામ લોકોની શોધખોળથી મળી આવી હતી અર્બનપાલનુ મોત કયા સંજોગોમાં થયું તે અંગે નુ પોસ્ટમોર્ટમ માટે રાપર સીએચસી ખાતે ખસેડવામાં આવી હતી આમ છ તારીખના રણમા ભુલા પડેલા ઈજનેર અર્બનપાલની લાશ મળી આવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement