For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુન્દ્રામાં દબાણ હટાવ ઝુંબેશ સામે ભાજપનો જ વિરોધ

11:41 AM Sep 14, 2024 IST | Bhumika
મુન્દ્રામાં દબાણ હટાવ ઝુંબેશ સામે ભાજપનો જ વિરોધ
Advertisement

મુન્દ્રામાં છેલ્લા બે દિવસથી નડતરરૂૂપ દબાણો હટાવવાની અને આજે તોડવાની કામગીરીનો પ્રારંભ થયો હતો દરમ્યાન અનેક દબાણો તોડ્યા બાદ ન્યુ મુન્દ્રા ડાંક બંગલા નજીક 8 દુકાનોના દબાણ સમયે બુલડોઝર અટકી જતા ભાજપનાજ આગેવાનો તે તોડવાની માંગ સાથે વિરોધમાં ઉતરી ગયા હતા. જેને પગલે દોઢ કલાક સુધી ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી સાથે ભારે માહોલ ગરમાયો હતો જો કે પોલીસ-તંત્રના ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો હતો.

કચ્છમાં પાલિકા વિસ્તારમાં નળતરરૂૂપ દબાણો દુર કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે ભુજ બાદ મુન્દ્રામાં 150 થી 200 જેટલાં કાચા પાકા દબાણો દૂર કરવા સ્થાનિક પ્રશાસન દ્વારા શુક્રવારે કામગીરી કરાઈ હતી ગૂરૂૂવારે રેકડી જેવા દબાણો હટાવ્યા બાદ શુક્રવારે સવારથી ડાક બંગલા થી લઇ ન્યુ મુન્દ્રા સુધી કાચા પાકા નાના મોટા દબાણો દૂર કરવાનો પ્રારંભ કરાયો હતો. જે કામગીરીમાં મુન્દ્રા મામલતદાર કલ્પના બેન, સુધરાઈ પ્રમુખ રચના જોશી,સીટી સર્વેના વી. કે. પટેલ, તેમજ આરએન્ડબી નો સ્ટાફ તેમજ મુન્દ્રા પોલીસ મથકનો કાફલો જોડાયો હતો અને કેવડી નદી ન્યુ મુન્દ્રા સુધી સ્થાનિક પ્રશાસનનુ બુલડોઝર દબાણો પર ફરી વળ્યુ હતુ અહી ઉભા કરી દેવાયેલા ઓટો ગેરેજ, ચાની કેબીન, શાકભાજી, તેમજ 30 થી 40પાકી કેબીનો પર બુલડોઝર ફેરવી દેવાયુ હતુ. જો કે દબાણ હટાવ કામગીરીને કારણે આ વિસ્તાર ના ધંધાર્થીઓ એ વિરોધના સુરમાં જણાવ્યું હતુ કે ટૂંકા સમયમાં સ્થાનિક પ્રશાસન એ નોટિસ પાઠવી છે.

Advertisement

જેને લઇને તેમની રોજરોટી પર અસર થશે. સાથે વૈકલ્પીક વ્યવસ્થાનો સમય ન મળતા નારજગી સાથે આર્થીક નુકશાન અંગેનો પણ દાવો કર્યો હતો જો કે મુન્દ્રા સુધરાઈના પ્રમુખ રચના જોશી એ જણાવ્યું હતું કે સરકારના નિયમ મુજબ મુન્દ્રા પ્રાંત કચેરી, સુધરાઈ, સીટી સર્વે, આર એન્ડ બી,સહીતની ટીમ આ સંયુક્ત ઓપરેશન શરૂૂ કર્યુ છે. ને ગેરકાયદેસર દબાણો દૂર કરવાનુ શરૂૂ કરાયુ છે.તો કોગ્રેસે નાના ધંધાર્થીઓ પર કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.

જો કે દબાણ હટાવ દરમ્યાન ભારે ગરમાગરમી ત્યારે સર્જાઇ જ્યારે ચોક્કસ જગ્યાએ દબાણ હટાવ કામગીરી દરમ્યાન તંત્રનુ બુલડોઝર અટકી ગયુ સ્થાનીક ભાજપના આગેવાનો તથા નગરપાલિકાના ચુંટાયેલા પુર્વ-વર્તમાન સભ્યો તેના વિરોધમાં મેદાને ઉતરી પડ્યા હતા ઇન્કાર કર્યો હતો કેમકે તેમને નોટીસ બજવણી કરાઇ ન હતી.આ દબાણો પણ તોડવા માટેની માંગ સાથે રસ્તા પર ઉતરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને આઠ દુકાનો પણ તોડવાની માંગ કરી વિરોધ પર ઉતરી ગયા હતા. દોઢ કલાક સુધી રામધુન સાથે રસ્તા પર વિરોધને પગલે ભારે ટ્રાફીકજામ સાથે તંત્રમાં દોડધામ મચી ગઇ હતી વિરોધમાં સુધરાઈના પ્રમુખ રચના જોશી, શહેર ભાજપ પ્રમુખ સંજય ઠકકર, પૂર્વ નગરપતિ કિશોરસિંહ પરમાર, ધમભા ઝાલા,ધ્રુવરાજસિંહ ચુડાસમા, ભુજપુરના માણેક ગઢવી તેમજ સુધરાઈના કાઉન્સિલરો, અને ભાજપના હોદ્દેદારો જોડાયા હતા સતત ટ્રાફિકથી ધમધમતા અને હજારો વાહનો પસાર થાય છે ત્યા વિરોધને પગલે મુશ્કેલી સર્જાઇ હતી.

મુન્દ્રામાં લાંબા સમય બાદ આવી કામગીરી જોવા મળી છે. તેવામાં નડતરરૂૂપ દબાણો પર આજે બુલડોઝર ફરતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જો કે વિવાદ ચોક્કસ દુકાનો ન તોડાતા સર્જાયો હતો. જે તમામ ધટનાક્રમ વચ્ચે શાંતિપુર્ણ રીતે દબાણ હટાવ કામગીરી કરાઇ હતી. જેમાં વિવાદનુ કારણ બનેલા દબાણોનો પણ સમાવેશ થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement