રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગાંધીધામમાં પાનની કેબિનમાંથી રૂા.7.50 લાખ ભરેલી થેલીની ચોરી

12:59 PM Sep 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરમાં આવેલી એક પાનની દુકાનમાંથી રોકડા રૂા. 7.50 લાખ ભરેલી થેલી ગણતરીની મિનિટોમાં ગાયબ થતાં ચકચાર પ્રસરી હતી. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, જૂની કોર્ટ પાસે મિલન પાન સેન્ટર નામની કેબિનમાં ગત તા. 24/9ના સવારે નવ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો.

પાન સેન્ટરના વેપારી જયકિશનભાઈ ખેમચંદભાઈ ભાનુશાલીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, આ વેપારી પોતાના જ્યુપીટર ડિકીમાં રોકડા રૂા. 7.50 લાખ ભરેલી થેલી લઈને દુકાને આવ્યા હતા, ત્યારબાદ રોકડ ભરેલી થેલી તેમણે પોતાની કેબિનમાં મૂકી બાજુમાં ફેમસ નાસ્તા હાઉસમાંથી પાણી ભરવા ગયા હતા. બેથી ત્રણ મિનિટમાં પરત આવીને સફાઈ કામ શરૂ કર્યું હતું. દરમ્યાન અચાનક નાણાં ભરેલી થેલી ક્યાંય જોવા મળી ન હતી. ભારે શોધખોળ બાદ પણ ગુમ થયેલી થેલી ન મળતાં મામલો ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ ચોપડે નોંધાયો હતો. આ અંગે વધુ તપાસ એ.એસ.આઈ. મયૂરધ્વજસિંહ જાડેજા ચલાવી રહ્યા છે. પોલીસે જુદી-જુદી દિશામાં ચક્રો ગતિમાન કરી ચોરીનાં કૃત્યમાં સામેલ આરોપીને પકડી પાડવાની દિશામાં તપાસ આરંભી છે. નોંધપાત્ર છે કે, આ પંચરંગી સંકુલમાં ભૂતકાળના સમયમાં વાહનોમાંથી અને દુકાનમાંથી રોકડા ભરેલા થેલા ગાયબ થયા હોવાની ઘટના ઉજાગર થઈ ચૂકી છે.

Tags :
GandhidhamGandhidham newsgujaratgujarat newstheft
Advertisement
Next Article
Advertisement