કચ્છમાં કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ
કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારે હડકંપ મચી ગયો છે. કચ્છ જિલ્લામાં કોંગ્રેસના એક ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ભુજમાં કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી મોટો ખુલાસો કર્યો છે.
કચ્છ જિલ્લામાં મુન્દ્રા તાલુકા પંચાયતની મોટી ભુજપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવારને ભાજપના સ્થાનિક નેતાએ ખરીદવાની ઓફર કરી હતી.
આ સમગ્ર મામલે કોંગ્રેસએ સ્ટિંગ ઓપરેશન જાહેર કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર રતન ભાઈ શાખરાને ફોર્મ પરત ખેંચવા માટે લાખો રૂૂપિયાની ઓફર કરવામાં આવી હતી.
કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણીમાંથી હટી જવા માટે 3.51 લાખની ઓફર આપી હતી. જેના સ્ટિંગ ઓપરેશનમાં ભાજપના ઉમેદવાર નારણ શાખરા અને માણેક ગેલવા કેમેરામાં કેદ થયા હતા.
કોંગ્રેસ દ્વારા આ મામલે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવશે. તેમજ તટસ્થ તપાસ કરવા માટે માંગ કરવામાં આવશે.