ગાંધીધામને મહાપાલિકાનો દરજ્જો મળતાં જ ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફર્યા
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે વહેલી સવારથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આદિપુર-ગાંધીધામ રસ્તા ઉપર ખડકી દેવામાં આવેલ કાચા પાક્કા 20 થી 25 દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે કાચા પાક્કા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ગાંધીધામ આદિપુર ને જોડતા માર્ગો ઉપર દબાણ થઈ જતાં અનેક વાર નોટિસો પણ આપવામાં આવી હતી. નોટિસ આપ્યા બાદ પણ દબાણ દૂર ના કરવામાં આવતા આજે મહાપાલિકા દ્વારા દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. 25 થી વધુ મહાનગરપાલિકા કર્મચારીઓ સાથે ઉુતા, ઙઈં, ઙજઈં સહિત 32 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે આજ રોજ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે મોટી કાર્યવાહીની તૈયારી કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ શહેરમાં કરેલા સર્વે મુજબ 350થી વધુ દબાણો શોધી કાઢ્યા છે, જેમાં ટાગોર રોડ, ઘોડા ચોકી, કોલેજ સર્કલ, રામબાગ, રાજવી ફાટકથી આપના નગર ચાર રસ્તા સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે.ગાંધીધામ મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર, તમામ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી. સોમવાર સુધીમાં સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા જણાવવામાં આવ્યું છે.
પંરતુ સોમવાર સુધી કોઈ પણ દબાણો દૂર કરવામાં ના આવતા આજે પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર દ્વારા દબાણો તોડી પાડવામા આવ્યા હતા. કેટલાક લોકો પોતાની જાતે દબાણ તોડી પાડ્યા હતા. મહાનગરપાલિકાની આ કાર્યવાહી ગાંધીધામ અને આદિપુર બંને શહેરોના માર્ગોને પહોળા કરવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવી છે. ગાંધીધામમાં અત્યાર સુંધી 300 જેટલા લોકોને નોટિસ ફટકારવામાં આવી છે.આવનારા દિવસોમાં પણ હજુ દબાણો દૂર કરવામાં આવશે. મહાનગરપાલિકા બન્યા બાદ રસ્તા પહોળા કરવાના હોવાથી દબાણ દૂર કરવામાં આવશે.