For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શેરબજારમાં સારા વળતરની લાલચ આપી ગઠિયાએ ભુજના તબીબ પાસેથી 41 લાખ પડાવ્યા

01:22 PM Jun 10, 2025 IST | Bhumika
શેરબજારમાં સારા વળતરની લાલચ આપી ગઠિયાએ ભુજના તબીબ પાસેથી 41 લાખ પડાવ્યા

ફેસબુક પર આવેલી જાહેરાત જોઇ ટ્રેડિંગ કરવા જતા તબીબ ગઠિયાઓની જાળમાં ફસાયા

Advertisement

ફેસબુક પર નઅમારી ટીપ્સ મુજબ શેર માર્કેટમાં ઓનલાઈન ટ્રાડિંગ કરીને ઊંચુ વળતર મેળવોથ તેવી જાહેરાત જોઈને સાયબર ઠગબાજોની જાળમાં ફસાયેલા ભુજના જાણીતા તબીબ આનંદ બી. ચૌધરીએ 35 દિવસમાં 41 લાખ ગુમાવતા તેમણે ફરિયાદ દાખલ કરાવી છે. સાયબર ઠગબાજોનો શિકાર બનેલા ડો. આનંદ ચૌધરીએ સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, 15 માર્ચે તેમણે ફેસબુક પર ફેરેક્સ ટ્રેડિંગની જાહેરાત જોઈ હતી. જેમાં તેઓની ટીમની ટીપ્સ મુજબ ટ્રેડિંગ કરશો તો સારુ વળતર આપતા હોવાનું જણાવ્યું હતું.

તેમાં આપેલા નંબર સંપર્ક કરી મળેલી લિંકથી રજિસ્ટ્રેશન કરી આપેલા નંબર પર આહિંયા રેડ્ડી નામની વ્યક્તિએ પોતાની ઓળખ આપી આઈએફડીસી બેન્કનો એક ખાતા નંબર આપીને તેમાં ઓછામાં ઓછા ત્રણ લાખ રૂૂપિયા જમા કરાવવા અને ત્યારબાદ ટ્રેડિંગ કરાશે તેમ જણાવતા ફરિયાદીએ ત્રણ લાખ જમા કરાવવા તે રકમ ઓનલાઈન ખાતામાં આવી ગઈ હતી. આ બાદ ફરિયાદીએ ટીપ્સ મુજબ ટ્રેડિંગ કરતા નફો થયો હતો. આ બાદ અહીંયા રેડ્ડીએ ફોન કરી જણાવ્યું કે, હજુ વધુ રૂૂપિયા ખાતામાં જમા કરાવી વધુ સ્લોટ મેળવશો તો વધુ ફાયદો થશે. આ બાદ ટુકડે ટુકડે 21 લાખ જમા કરાવતા કુલ્લ રૂૂા.24 લાખ જમા કરાવ્યા હતા.

Advertisement

થોડા દિવસો બાદ નફાના નાણા ઉપાડવાનો પ્રયાસ ફરિયાદીએ કરતા અલગ- અલગ ચાર્જ અને રેડ્ડીના નામે આ સાયબ ઠગાબાજોએ તેમની પાસે વધુ 17 લાખ 6 હજાર જમા કરાવડાવ્યા હતા. આ બાદ ફરિયાદીએ સંપર્ક કરતા તમારું પેમેન્ટ કંપનીની એડવાઈઝરી કમિટી સમક્ષ છે. ત્યાંથી એપ્રુવલ થયા બાદ નાણાં ઉપાડી શકશો તેવા બહાના અપાયા હતા. ડો. ચૌધરી પોતાના સાથે છેતરાપિંડી થયું પામી જતા તેમણે 20મી એપ્રિલ ઓનલાઈન સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના પગલે બોર્ડર રેન્જ સાયબર પોલીસે ગઈકાલે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement