કચ્છના માધાપરમાં આર્મી જવાનની પત્નીનો આપઘાત
01:04 PM Sep 28, 2024 IST | Bhumika
Advertisement
માધાપર નવાવાસના ગોકુળધામ-1 સોસાયટીમાં રહેતા આર્મી જવાનની પત્નીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં પંખા પર દુપટ્ટા વળે ફાસો ખાને આપઘાત કરી લીધો છે. માધાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ પંચમહાલના હાલ માધાપર ખાતે ગોકુલધામ સોસાયટીમાં રહેતા અને આર્મીમાં બટાલિયન 20માં સિપાઈ તરીકે નોકરી કરતા દિપકકુમાર શંકરભાઈ વનકરના પત્ની રોશનીબેન દિપકકુમાર વણકર (ઉ.વ.22) નામની પરિણીતાએ શુક્રવારે બપોરે સવા ત્રણ વાગ્યે પોતાના ઘરે રૂૂમમાં પંખા પર દુપટ્ટા બાંધીને આપઘાત કરી લેતાં પ્રથમ આર્મી હોસ્પિટલ લઈ ગયા બાદ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઈ આવતાં હાજર પરના તબીબે રાત્રે પોણા નવ વાગે મૃત જાહેર કરતાં પોલીસે બનાવની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી હતી.
Advertisement
Advertisement