ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અંજારની ટ્રાન્સપોર્ટ પેઢીએ મુંબઇની પેઢીને માલ ન પહોંચાડી 2.40 કરોડની છેતરપિંડી આચરી

11:38 AM Aug 27, 2025 IST | Bhumika
Advertisement

મહારાષ્ટ્ર પાલઘરની કંપનીએ ઓર્ડર આપ્યા પ્રમાણે જુદી-જુદી કંપનીઓમાં રૂૂા. 2,40,78,691નું ફેરસી ક્રેપ ન પહોંચાડતાં અંજારની પેઢી સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. મહારાષ્ટ્ર પાલઘરની એસ્ટન પ્રોસેસર્સ લિમિટેડના ડાયરેક્ટર શિવમકુમાર આદેશકુમાર ગુપ્તાએ આ બનાવ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમની કંપનીના વૈભવ શર્માનો શૈફી ઈન્ટરનેશનલના નસીમા ચૌધરીનો સંપર્ક થયો હતો. છ મહિના સુધી આ કંપનીને ફરિયાદીની કંપનીએ ઓર્ડર આપ્યા હતા. બાદમાં આ મહિલાએ અંજારની મહાકાલ ઈન્ટરનેશનલના માલિક પ્રિત મોહન શર્મા સાથે પરિચય કરાવ્યો હતો. આ મહાકાલ કંપનીને તા. 17/8/2024થી 3/5/2025 દરમ્યાન 75 જેટલા ઓર્ડર આપવામાં આવ્યા હતા. મહાકાલ કંપનીએ માલની હેરફેર માટે અંજારની યોગી રોડવેઝ લોજિસ્ટિકને ઠેકો આપ્યો હતો.

Advertisement

આ માલ જુદી-જુદી ટ્રકોમાં ભરી વર્ધમાન લુધિયાણા, પંજાબ, જે.એસ.ડબલ્યુ. મહારાષ્ટ્ર તથા જે.એસ.એલ. હરિયાણા ખાતે કુલ રૂૂા. 2,40,78,691નો પહોંચાડવાનો હતો. બાદમાં ફરિયાદીની કંપનીએ આ વર્ધમાન, જે.એસ.ડબલ્યુ. તથા જે.એસ.એલ. પાસેથી ચૂકવણાની વાત કરતાં અંજારથી માલ આવ્યો જ ન હોવાનું બહાર આવ્યું હતું. મહાકાલ કંપનીનો સંપર્ક કરતાં તેમણે માલ ભરાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ યોગી રોડવેઝે ખરીદદાર કંપનીઓને માલ ન પહોંચાડી કંપનીની સંમતિ વિના ગેરકાયદેસર ચોરી કરી લઈ ફરિયાદીની કંપનીને નુકસાન પહોંચાડયું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Tags :
Anjar transportcrimegujarat newsMumbai firm
Advertisement
Next Article
Advertisement