ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અંજારના પ્રૌઢ શેરબજારની રીલ્સ જોતા ફસાયા, નફાની લાલચ આપી 1.10 કરોડની છેતરપિંડી આચરી

12:56 PM Oct 02, 2025 IST | Bhumika
Advertisement

મુળ મધ્યપ્રદેશના હાલે અંજારના વરસામેડી રહેતા અને શેર માર્કેટિંગ બાબતની રિલ્સ જોતા 58 વર્ષીય નિવૃતને સોશિયલ મિડીયા મારફત સંપર્ક કરી ચિટરોએ શેર બજારમાં 30 ટકા નફો અપાવી દેવાની લાલચ આપી નિવૃત પાસેથી કુલ રૂૂ.1.10 કરોડ જેવી માતબર રકમ ખંખેરી વિશ્વાસઘાત કરયો હોવાની ફરિયાદ ભોગ બનનારે પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાવી છે.

Advertisement

મુળ મધ્યપ્રદેશ ઇન્દોરના હાલે વરસામેડી બાગેશ્રી ટાઉનશીપ-3 માં રહેતા 58 વર્ષીય રાજેશ નાથુલાલ ઓસતવાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ ભીમાસર પાસે આવેલી ઇન્ડીયન સ્ટીલ કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા હતા. 30 જુન 2025 ના તેઓ નિવૃત થયા હતા.

આજથી બે મહિના પહેલાં તેમની ફેસબુક આઇડી તેઓ આદત મુજબ શેર માર્કેટિંગ બાબતની રીલ્સ જોતા હતા. તા.4 ઓગષ્ટના એક રીલ્સ જેમાં શેર માર્કેટ કે ઉપર બુક લીખી હૈ ઉસે પ્રમોટ કરને કે લીયે બુક લોન્ચ કરને વાલા લખ્યું હતું તે લીન્ક ઉપર તેમણે ક્લીક કરતાની સાથે કે7 ઇન્ડીયન બુક સ્ટડીઝ નામના એક ગૃપમાં તેઓ એડ થઇ ગયા હતા. આ ગૃપના જસસસિંગ નામના એડમિને રોકાણ કરવા પ્રમોટ કરી શેરમાં રોકાણ ઉપર 10 થી 30 ટકા નફો અપાવવાના મેસેજ કરી રીયા નામની વ્યક્તિના નંબર મોકલી એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી.

ત્યારબાદ એકાઉન્ટ ઓપન કરાવી જશસિંઘ , રિયા, મનિષા તથા બીજા વોટ્સએપ ગૃપ બનાવનાર તથા એડમીન જગેરે મળતિયાઓએ સાથે મળી તેમને વધુ નફો અપાવવાનું કહી વિશ્વાસમાં લીધા બાદ અલગ અલગ બેંક ખાતામાંથી રૂૂ. 1 કરોડ 10 લાખ ભરાવી તેમાની સાથે છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. સાયબર ક્રાઇમ પીઆઇ ડી.જી.પટેલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
AnjarAnjar newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement