For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્ર-કચ્છના 716 ગામોમાં અંધાર પટ

04:03 PM Aug 29, 2024 IST | admin
સૌરાષ્ટ્ર કચ્છના 716 ગામોમાં અંધાર પટ

ગ્રામ્ય વિસ્તારના 1271 ફીડર બંધ, 1527 વીજપોલ ધરાશાયી, 76 ટ્રાન્સફોર્મર ડેમેજ થયા, પીજીવીસીએલની ટીમ સતત દોડતી રહી

Advertisement

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદને પગલે વીજળી ગૂલ થયાની અને ફરિયાદો સામે આવી છે. 716 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા પીજીવીસીએલની ટીમ ફિલ્ડમાં ઉતરી છે અને વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટેના પ્રયાસો કરી રહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 11 22 વીજપોલ ડેમેજ થઈ ગયા છે જ્યારે 76 ટીસી ડેમેજ થઈ ગયા છે અને 1542 ફીડર બંધ હોવાનુ સામે આવ્યું છે. જ્યારે રાજકોટ શહેરમાં વરસાદને કારણે લાઈટ ગૂલ થઈ ગયાની 317 ફરિયાદો ાલદભહમાં નોંધાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ શહેરમાં 6 વીજ પોલ અને 2 ટીસી ડેમેજ થઈ ગયા હતા. જ્યારે ગ્રામ્યમાં 252 ફીડર બંધ થઈ ગયા હતા તો 27 ગામડાઓમાં વીજ પુરવઠો બંધ છે તો 146 વીજ પોલ અને 3 ટીસી ડેમેજ થઈ ગયા છે. ગામડાઓની જો વાત કરવામાં આવે તો આજે કચ્છમાં વધુ 399 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ સિવાય મોરબીના 17, પોરબંદરના 33, ભુજના 399, ભાવનગરમાં 8 તો અમરેલીમાં 22 અને સુરેન્દ્રનગરમાં 29 ગામોમાં વરસાદને કારણે વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો જેને કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

સૌરાષ્ટ્રમાં પડી રહેલા અનરાધાર વરસાદને લીધે વીજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. ભારે પવન સાથે વરસેલા વરસાદે સૌરાષ્ટ્રમાં 1527 વીજપોલ ધરાશાયી કરી દીધા છે. 76 જેટલા ટ્રાન્સફોર્મર ડેમેજ થયા છે. એક જ દિવસમાં 1542 જેટલા ફીડર બંધ પડી ગયા છે જેમાંથી સૌથી વધુ ફીડર ખેતીવાડીના છે. સૌરાષ્ટ્રમાં 716 ગામડાં એવા છે જ્યાં ભારે વરસાદને કારણે વીજળી ગુલ થઇ ગઈ છે અને અંધારપટની સ્થિતિ સર્જાઈ છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ભારે વરસાદને કારણે વીજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. પીજીવીસીએલ દ્વારા અગાઉ ચોમાસાને પગલે પ્રિ-મોન્સૂન કામગીરી કરી લેવામાં આવી હતી, પરંતુ છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં વરસી રહેલા ભારે પવન સાથેના વરસાદે અનેક સ્થળે વીજપોલ જમીનદોસ્ત થયા છે, કેટલાક સ્થળોએ લાઈન પડી ગઈ છે, સૌરાષ્ટ્રમાં 67 જેટલા ટ્રાન્સફોર્મર ડેમેજ થઇ જતા મોટી સંખ્યામાં વીજગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. સૌરાષ્ટ્રના 716 ગામડાંમાં હજુ અંધારપટની સ્થિતિ છે જેમાં સૌથી વધુ જામનગર જિલ્લાના 369 ગામડાંનો સમાવેશ થાય છે. વીજપોલ ઊભા કરવા, ટ્રાન્સફોર્મર બદલવા ટીમ સતત દોડતી રહી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement