ભુજના કંઢેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, SP-NDRFની ટીમ ઘટનાસ્થળે
ભુજ તાલુકામાંથી અકે મોટા સંચાર સામે આવ્યા છે. ભુજ કંઢેરાઈ ગામમાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર મચી પામી છે. વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પતિવારની 18 વર્ષની પુત્રી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છે. હાલ NDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ યુવતીની ઉંમર લગભગ 18 વર્ષની આજુબાજુ જણાવાઈ રહી છે.
આ ઘટના અંગેની મળતી માહિતી અનુસાર જ્યારે આ યુવતી બોરવેલમાં પડી ગયાની જાણકારી મળી કે તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં તેનો અવાજ પણ આવી રહ્યો હતો પરંતુ હાલમાં તેનો અવાજ આવતો પણ બંધ થઈ ગયાની માહિતી છે. ગામના લોકો આ ઘટનાને કારણે આઘાત પામી ગયા છે અને માહોલ પણ ગમગીન જોવા મળી રહ્યો છે.
ભુજથી 25 કિલોમીટર દૂર આવેલા કંઢેરાઈ ગામે આજે યુવતીના બોરવેલમાં પડી જવાની ઘટના આવતાં જ સમગ્ર કચ્છમાં ચકચાર મચી પામી છે. ભુજમાં સંચાલિત ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે તહેનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ઘટનાના પગલે કચ્છ જિલ્લા પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ બચાવ કામગીરીમાં જોડાયું છે. 108 એમ્બ્યુલન્સ સ્ટાફ, ફાયર વિભાગ અને આરોગ્ય કર્મીઓ ખડેપગે બોરવેલમાં પાઇપ વડે ઓક્સિજન પહોંચાડી રહ્યા છે. પીડિત યુવતી ખેતરમાં મજૂરી કરતાં શ્રમિક પરિવારની હોવાનો દાવો કરાયો છે.