રાપરમાં રખડતા આલખાએ લોહાણા મહાજનના અગ્રણીનો ભોગ લઇ લીધો
રાપર શહેરમા નગરપાલિકાના પ્રતાપે રખડતા ઢોરોનો ત્રાસ પ્રતિ દિન વધી રહ્યો છે. છેલ્લા ત્રણ માસમા ત્રણ લોકોના મોત આખલાયુદ્ધમાં થયા છે. ગઈકાલે શહેરના અયોધ્યાપુરી સર્કલ પાસે ત્રણ આખલા બાખડતા રાપર લોહાણા મહાજનના 55 વર્ષીય ઉપપ્રમુખ વસંતભાઈ દયારામ ભાઇ ઠક્કર ઉર્ફે બકાભાઈનું ગંભીર ઇજાઓના કારણે મૃત્યુ થવાની ઘટના બની હતી જેના પગલે સમગ્ર સમાજ સાથે નગરમાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.
રાપર દરીયાસ્થાન મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી અને રાપર લોહાણા સમાજના માજી પ્રમુખ રસિકલાલ ઠક્કર તથા નગરપાલિકાના માજી પ્રમુખ પ્રવિણભાઈ ઠક્કરના નાના ભાઇ અને હાલ રાપર લોહાણા સમાજના ઉપ પ્રમુખ તરીકે સેવાઓ આપતા વસંતભાઈનુ સાંજના અરસામાં અયોધ્યાપુરી વિસ્તારમા બાઈકથી જતા હતા ત્યારે યુદ્ધે ચડેલા આંખલાઓની હડફેટે આવી જતા ગંભીર ઇજાઓ પામ્યા હતા. તેમને પ્રથમ સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવારની જરૂૂર જણાતા પાટણ ખસેડવામાં આવ્યા હતા. જયા સારવાર દરમિયાન આજે સવારે તેમનું દુ:ખ દ નિધન થયું હતું. હતભાગી ખુબ ધાર્મિક પ્રવૃત્તિ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને તમામ સમાજના લોકો સાથે મેળમિલાપ ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું.