For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભુજમાં એરફોર્સના એરમેન સાથે શેર બજારના નામે 10.40 લાખની ઠગાઇ

01:23 PM Oct 03, 2025 IST | Bhumika
ભુજમાં એરફોર્સના એરમેન સાથે શેર બજારના નામે 10 40 લાખની ઠગાઇ

આઇપીઓ લાગેલ હોવાનું દેખાયું પણ રકમ વિડ્રો ન થતા શંકા ગઇ

Advertisement

શહેરમાં આવેલા એરફોર્સમાં એરમેન તરીકે ફરજ બજાવતા જવાનને સાયબર ગઠીયાઓએ શેર માર્કેટમાં રોકાણ કરવાના નામે શીશામાં ઉતારી રૂૂપિયા 10.40 લાખની ઠગાઈ આચરી હોવાનું બનાવ સામે આવ્યો છે.આરોપીઓએ બજાજ કંપનીની ઓળખ આપી ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ મારફતે સારા નફાની લાલચ આપી છેતરપિંડી કરતા આ મામલે સાયબર પોલીસ મથકે ગુનો નોધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા પાંચ વર્ષથી ભુજ એરફોર્સમાં ફરજ બજાવતા મુળ હરિયાણાના સંદીપકુમાર ઇન્દ્રસિંઘ મલીકે બોર્ડર રેન્જ સાયબર પોલીસ મથકે ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ 14 ઓગષ્ટ 2024 ના ઇન્સ્ટાગ્રામમાં શેર માર્કેટને લગતી જાહેરાત દેખાઈ હતી.જેમાં વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લીંક આપેલી હતી.જેમાં ક્લિક કરતા ફરિયાદી એક વોટ્સએપ ગ્રુપમાં એડ થઇ ગયા હતા.જે બાદ આ ગ્રુપમાં બજાજ કંપની તરીકેની ઓળખ આપી આરોપીઓ સ્ટોક માર્કેટ અંગેની ટીપ્સ આપતા હતા.

Advertisement

અને આઈપીઓ એલોટમેન્ટના કામમાં સકસેસ રેત સારો હોવાના મેસેજ કરતા હતા.ફરિયાદીને વિશ્વાસ આવી જતા વોટ્સએપ મારફતે આઈપીઓ ભરવા બાબતે વાતચીત કરી હતી.ત્યારબાદ આરોપીઓએ એપ અને વેબ્સાઈટની લીંક મોકલી હતી જેમાં ફરિયાદીએ અલગ અલગ સમયે કુલ રૂૂપિયા 10.40 લાખ રોકાણ કર્યો હતો.જે બાદ ટીપ્સ મુજબ આઈપીઓ લાગેલ હોવાનું દેખાયું હતું.

અને નફાની રકમ પણ વોલેટમાં દેખાતી હતી.જે રકમ ફરિયાદીએ વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો પણ થઇ ન હતી.જે બાદ આરોપીઓએ રકમ વધારે હોવાનું કહી ટેક્ષ ભર્યા બાદ રકમ ઉપાડી શકાશે તેવું કહેતા ફરિયાદીને શંકા ગઈ હતી કે પોતાની સાથે ઠગાઈ થઇ છે.જે મામલે સાયબર હેલ્પ લાઈન નંબર 1930 પર ફરિયાદ કરવામાં આવતા સાયબર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement