ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અંજારના વરસામેડીમાં પત્ની સાથે ઝઘડ્યા બાદ પતિ 50 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો, તંત્રની દોડધામ

01:14 PM Sep 03, 2025 IST | Bhumika
Advertisement

વરસામેડી સીમમાં રહેતા પતિ અને પત્ની વચ્ચે ચાલતા ઝઘડાને લઇ પતિ આજે પરોઢે સીમમાં આવેલા ઉંચા મોબાઇલ ટાવર પર 50 ફૂટ ઉંચે ચડી મરી જવાની ધમકી આપતો હોવાની જાણ થતાં જ પોલીસ અને ફાયર ફાઇટર ટીમો સાથે ગ્રામજનોમાં પણ દોડધામ મચી જવા પામી હતી.સ્થાનિક પોલીસ, અંજાર, ગાંધીધામ અને આસપાસની કંપનીઓની ફાયર ફાઇટર ટીમોએ સતર્કતા દાખવી ચાર પાંચ કલાકની જહેમત બાદ ઉપર ચડી ગયેલા પતિને નીચે ઉતાર્યો હતો અને પોલીસ મથકે લઇ જવાયો હતો. મનોજ જગન્નાથ જાટવનો તેની પત્ની અવાર નવાર ઝઘડા થતા હતા.

Advertisement

આજે પણ રાત્રીના સમયે થયેલા ઝઘડા બાદ આપો ગુમાવી ચુકેલો મનોજ પત્નીને હું મરી જઇશ કહી પરોઢે ચાર વાગ્યાના અરસામાં વરસામેડી સીમમાં આવેલા ઉંચા મોબાઇલ ટાવર પર 50 ફૂટ ઉંચે ચડી ગયો હતો. ટાવર ઉપર ચડેલી વ્યક્તીને જોઇ જનાર લોકોએ પોલીસને જાણ કરતાં આ બનાવની ગંભીરતા સમજી અંજાર પોલીસ મથકની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે ધસી ગઇ હતી.પોલીસે કરેલી જાણ બાદ અંજાર , ગાંધીધામ, ભચાઉ તેમજ ખાનગી કંપનીઓની ફાયર ફાઇટર ટીમ પણ ઘટનાસ્થળે ધસી ગઇ હતી. આ ઘટનાથી હેબતાઇ ગયેલા ગ્રામજનો પણ સમજાવવા માટે જોડાયા હતા.

આ તમામ પ્રયત્નો બાદ ઉંચે ચડી ગયેલા મનોજને ચાર પાંચ કલાકની જહેમત બાદ નીચે ઉતારવામાં સફળતા મળતાં હાશકારો અનુભવાયો હતો પણ દંપતિજા ઝઘડાએ પોલીસ અને ફાયર ફાઇટર ટીમોને દોડતી કરી હતી.પત્ની સાથે ઝઘડો થયા બાદ ઉંચા મોબાઇલ ટાવર ઉપર ચડી મરી જવાની ધમકીઓ આપતા મનોજે તંત્રને વહેલી સવારથી દોડતું કર્યું હતું, પોલીસ સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ મનોજ સામે અગાઉ હથિયાર ધારા સહિતના ગુના પણ નોંધાયેલા છે. હાલ આ ઇસમને અંજાર પોલીસે પોલીસ મથકે લઇ જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :
AnjarAnjar newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement