કચ્છ કસ્ટમના નિવૃત્ત કર્મચારી સામે મંજૂરી વગર કેસ ચલાવવા બદલ ACBને રૂા. એક લાખનો દંડ
મુન્દ્રા પોર્ટ ઉપર લાંચ લેતા પકડાયેલા કસ્ટમ વિભાગના બે કર્મચારી સામે એસીબીએ કરેલા કેસ બાદ ચાર્જશીટ માટે કસ્ટમ વિભાગે પૂર્વ મંજુરી નહીં આપ્યા બાદ એક કર્મચારી નિવૃત થયા પછી ચાર્જશીટ કરી કેસ ચલાવવામાં આવતા ભૂજ સેશન કોર્ટે એસીબીને જોરદાર ઝટકો આપી કસ્ટમના નિવૃત કર્મીને નિર્દોષ ઠેરવી સતામણી અને માનહાની બદલ એસીબીને 1 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.
કેસની વિગતે વાત કરીએ તો 11-06-2015ના રોજ ભુજ એસીબી પોલીસે મુંદરા પોર્ટ પર કસ્ટમ ચેકપોસ્ટ પર છટકું (ડિકોય) ગોઠવીને પ્રતિ ક્ધટેઈર દીઠ પચાસથી સો રૂૂપિયાના ગેરકાયદે ઉઘરાણાં કરવા હોવાના આરોપસર કસ્ટમ ઈન્સ્પેક્ટર કનૈયાકુમાર અને 54 વર્ષિય સિપાઈ પુનાભાઈ મોગજીભાઈ બારીયા (રહે. મૂળ દાહોદ જિલ્લો)ની અટક કરી હતી. તત્કાલિન પીઆઈ કે.આર. જાડેજાએ કરેલા કેસ સંદર્ભે ગુનાની તપાસ તત્કાલિન પીઆઈ એચ.એમ. કણસાગરા અને પાછળથી પીઆઈ પી.કે. પટેલે કરી હતી.
બંને આરોપી કેન્દ્ર સરકાર હસ્તકના સેન્ટ્રલ એક્સાઈઝ એન્ડ કસ્ટમ વિભાગના હોઈ તેમની સામે કોર્ટમાં તહોમતનામું દાખલ કરવા સંદર્ભે એસીબીએ પૂર્વ મંજૂરી મેળવવા પ્રયાસ કર્યો હતો.કસ્ટમ વિભાગે ઈન્સ્પેક્ટર કનૈયાકુમાર સામે ચાર્જશીટ દાખલ કરવા મંજૂરી આપવાનો ઈન્કાર કરતાં એસીબીએ સમરી રીપોર્ટ ભરી દીધો હતો. બીજી તરફ, પુનાભાઈ બારીયા સામે પણ ચાર્જશીટ દાખલ કરવા સંદર્ભે કશી મંજૂરી ના મળતાં કેસ પેન્ડિંગ રહ્યો હતો. દરમિયાન, 30-04-2020ના રોજ પુનાભાઈ નિવૃત્ત થઈ ગયાં હતાં.
ડિરેક્ટર ઑફ પ્રોસિક્યુશને બારીયા સામે ચાર્જશીટ દાખલ કરવા હુકમ કરતાં એસીબીએ 2021માં ભુજ વિશેષ કોર્ટમાં બારીયા સામે ચાર્જશીટ દાખલ કરેલું. બારીયા સામે ચાર્જ ફ્રેમ કરાયાં બાદ ટ્રાયલ શરૂૂ થયેલી. આરોપી બારીયા સંપૂર્ણ રીતે પથારીવશ હોઈ ખાસ વકીલ મારફતે તેમનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવાયું હતું. પાછળથી વીડિયો કોન્ફરન્સીંગ મારફતે કોર્ટમાં હાજર રહી તેમણે પોતાની સામેના આરોપનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.
બંને પક્ષના પૂરાવા, દલીલો અને કાયદાકીય જોગવાઈઓને અનુલક્ષીને વિશેષ કોર્ટના જજ એસ.એમ. કાનાબારે ચુકાદો આપતાં જણાવ્યું કે આ કેસમાં સરકારી કર્મચારીની નિવૃત્તિ બાદ એમ કહીને ચાર્જશીટ દાખલ કરાઈ હતી કે સરકારી કર્મચારી નિવૃત્ત થાય ત્યારબાદ કોઈ પૂર્વમંજૂરી મેળવવાની રહેતી નથી. આ કેસના તપાસકર્તા અમલદારોએ તેમની જુબાનીમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે કસ્ટમ વિભાગે ચાર્જશીટ દાખલ કરવા કોઈ પૂર્વમંજૂરી આપી નહોતી. આરોપીની તરફેણમાં આ એક શ્રેષ્ઠ પૂરાવો છે. કોર્ટે આ કેસમાં લેવાયેલું કોગ્નિઝન્સ (ગેરકાયદે) અને (અનુચિત) ઠેરવ્યું છે.
એસીબી દ્વારા વર્ષમાં અમુક સંખ્યામાં કેસો કરવા માટેના પરિપત્ર થયાં હોવાનું ઈન્સ્પેક્ટરે કરેલી કબૂલાત વગેરે બાબતને ધ્યાને રાખતાં કોર્ટે જણાવ્યું કે આ કેસમાં આરોપીની હેરાનગતિ થવા સાથે સમાજ અને તેના વિભાગમાં માનહાનિ થયેલી છે. ઈઙિઈ 250 હેઠળ આરોપીને વળતર મળવું જોઈએ તેવો કોર્ટનો અભિપ્રાય છે. આ વળતર આરોપીને થયેલી સતામણી અને માનહાનિને ભરપાઈ નહીં કરી શકે પરંતુ ભવિષ્યમાં અઈઇ માટે બોધપાઠ મળી રહે તે માટે વળતર આપવું જરૂૂરી છે. કોર્ટે આરોપી પુનાભાઈને નિર્દોષ ઠેરવી, અઈઇને વળતર પેટે એક લાખ રૂૂપિયા ત્રણ માસની અંદર પુનાભાઈને ચૂકવી આપવા હુકમ કર્યો છે. આ ચુકાદાની નકલ ગુજરાતના પોલીસ વડા, અઈઇના અમદાવાદસ્થિત ડફનાળા કચેરીના વરિષ્ઠ અધિકારીઓ વગેરેને મોકલી આપવા હુકમ કર્યો છે. આ કેસમાં બચાવ પક્ષે એડવોકેટ આર.એમ. ઠક્કરે દલીલો કરી હતી.