રાપરના ગેડી ગામે બહેન સાથે પ્રેમસબંધની શંકાએ યુવાનની હત્યા
યુવતીના ભાઇએ ખેતમજૂરનું ગળું કાપી નાખ્યું, આરોપીની શોધખોળ
રાપર તાલુકાના ગેડી ગામ નજીક એક ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. આણદપરના 25 વર્ષીય ખેતમજૂર અરવિંદની ગળું રેઢી નાખીને હત્યા કરવામાં આવી છે. આરોપી રમેશે પોતાની બહેન સાથે મૃતકના આડા સંબંધની શંકાના આધારે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે.
ગઈકાલે સાંજે 6થી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન, અરવિંદ મોટરસાઈકલ પર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ગેડીથી આણદપર વચ્ચેના અંતરિયાળ માર્ગ પર આરોપીએ તેના પર હુમલો કર્યો હતો. રમેશે ધારદાર હથિયાર વડે અરવિંદના ગળાના ભાગે વારંવાર ઘા કર્યા હતા, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું.
લોહીલુહાણ હાલતમાં મળેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાપર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રાપર પોલીસે હત્યાનો ગુનો નોંધી ઙજઈં એમ.એન. દવેના નેતૃત્વમાં તપાસ શરૂૂ કરી છે. આરોપી હાલ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. આ ઘટનાએ વાગડ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.