કચ્છમાં મોબાઇલ ન આપતા તરુણનો ગળેફાંસો ખાઇ આપઘાત
અત્યારના ડીઝીટલ યુગમાં મોબાઇલ જરૂૂરી પણ છે અને બીજી તરફ દુષણ પણ બની રહ્યું છે, મોબાઇલના સદ્દઉપયોગથી જીવન અને સમાજ ઉપયોગી કાર્યો પણ થયા છે અને ગુનાહિત કાર્યો તરફ યુવાધન બરબાદ થઇ રહ્યું હોવાના પણ દાખલા છે, તેની કવચ્ચે ટપ્પરના લતાડા વિસ્તારમાં રહેતા મુળ સાબરકાંઠાના પરિવારના 15 વર્ષીય કીશોરને મોબાઇલ ન મળતાં તેને લાગી આવ્યું અને તેણે ફાંસો ખાઇ લઇ જીવનના પ્રથમ પગથિયે જ પોતાની જીંદગીનો અંત આપી લીધો હોવાનુ઼ દુધઇ ખાતે નોંધાયેલી અકસ્માત મોતની ઘટનામાં પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.
દુધઇ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, ટપ્પરના લતાડા વિસ્તારમાં રહેતા 15 વર્ષીય કરણ શંકરભાઇ પારઘીએ રવિવારે સવારે 8 વાગ્યાના અરસામાં ફાંસો ખાલી લીધો હોવાનું તેનો મૃતદેહ લઇને દુધઇ સીએચસીમાં લઇ આવનાર મૃતકના પિતા શંકરભાઇ ધારજીભાઇ પારઘીએ હાજર તબીબને જણાવતાં તબીબે દુધઇ પોલીસ મથકને જાણ કરી હતી. તપાસ કરી રહેલા પીઆઇ આર.આર.વસાવાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કરેલી પ્રાથમિક પુછપરછમાં પરિવારે મોબાઇલ ન આપતા આ પગલું ભરી લીધું હોવાનું બહાર આવ્યું છે, જો કે હજી આ ઘટનામાં પરિવાર પણ શોકમય હોઇ પીએમ બાદ મૃતદેહ લઇ વતન ગયા છે. અંતિમ ક્રીયા બાદ વધુ તપાસ હાથ ધરાશે.