For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંજારના યુવાન સાથે શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી 7.11 લાખની ઠગાઈ

11:20 AM May 15, 2025 IST | Bhumika
અંજારના યુવાન સાથે શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી 7 11 લાખની ઠગાઈ

15અંજારમાં રહેનાર યુવાનને શેરબજારમાં રોકાણ કરવાનું કહી રોકાણ બાદ ઠગબાજોએ પોતાની રીતે આઇ.પી.ઓ.માં પૈસા રોકી યુવાને નફા સાથે પરત પૈસા માગતાં ઠગબાજોએ આપ્યા નહોતા. ઠગ ટોળકીએ રૂૂા. 7,11,000ની છેતરપિંડી આચરી હતી. અંજારની ભક્તિનગર સોસાયટીમાં રહી તુણા અદાણી બંદર ખાતે કામ કરનાર હિરેન ભૂપત હડિયાએ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી યુવાન માર્ચ મહિનામાં ફેસબુક ખોલીને જોઇ રહ્યો હતો, ત્યારે આસ્ક ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ નામની પોસ્ટ આવી હતી, જેમાં ક્લિક કરતાં ફરિયાદી વોટ્સએપના 888 આસ્ક લર્નિંગ ડિસ્ક્શન ગ્રુપમાં સીધો જોડાઇ ગયો હતો, જેમાં અન્ય લોકો પણ હતા, જેમાં પ્રિયા શર્મા નામની મહિલાએ બલ્ક અને બ્લોક ટ્રેડિંગ શેરબજારમાં રોકાણ અંગેના નિયમો સમજાવ્યા હતા.

Advertisement

બાદમાં યુવાનને એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેમાં તમામ વિગતો ભરાવવામાં આવી હતી. આ યુવાનને જુદાં-જુદાં ફોર્મ વગેરે મોકલાવી વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો. શરૂૂઆતમાં ભોગ બનનારે પૈસા રોકતાં નફા સાથે પરત મળી ગયા હતા. નફો વધુ થતો હોવાનું જાણીને ફરિયાદીએ વધુ પૈસા રોક્યા હતા. બાદમાં પોતાના મિત્ર વિજય ગોવિંદ વાળાને વાત કરી હતી. બાદમાં આ યુવાને પણ પોતાના ખાતામાંથી ફરિયાદીના કહેવા મુજબના ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. આ બંનેએ રૂૂા. 7,11,000 ભરી નાખ્યા બાદ કંપનીએ પોતાની રીતે તેમના પૈસાથી એક આઇ.પી.ઓ. ભરી અને કંપનીના પણ રૂૂા. 8,75,008 ભરી નાખ્યા હતા, જેનો ફરિયાદીએ વિરોધ કર્યો હતો અને નફા સાથેના પૈસા પરત આપવાનું કહેતાં આસ્ક ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના હેડ ભરત શાહે રૂૂા. 8,75,008 ભરો અથવા પેનલ્ટીના 20 ટકા ભરી રોકાણ પરત લેવાનું કહેતા હતા.

આ બંને સાથે વારંવાર વાત કરવા છતાં આ ટોળકી પૈસા પરત આપતી નહોતી. પોતે છેતરાઇ ગયાનું જણાતાં ફરિયાદીએ ઓનલાઇન ફરિયાદ કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement