રાશન કાર્ડનું કામ કરાવી દેવાનું કહી રાજકોટની પરિણીતા પર કચ્છમાં દૂષ્કર્મ
ગાંધીધામ મામલતદાર કચેરીએ રાશનકાર્ડમા બદલાવ કરવા માટે રાજકોટથી આવતી પરિણીતા સાથે મામલતદાર કચેરી બહાર બેસતા આરોપીએ કાર્ગો ઝુપડાના બાવળમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટના સામે આવવા પામી હતી. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ફરિયાદી મહીલા કે જે છુટક ઘરોનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેણે આરોપી સંજય કચરાભાઈ રાઠોડ (અ.જાતી) (રહે. મચ્છુનગર, ગાંધીધામ) સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે ભોગબનારની માતાનું રાશનકાર્ડનું સરનામું બદલાવાનું હોવાથી અને આરોપી મામલતદાર ઓફિસ આગળ અન્ય લોકોનું રાશનકાર્ડનું કામ કરી આપતા હોવાથી ભોગબનનાર ફરિયાદી આરોપીના સંપર્કમાં આવતા તેણીનો પોતાના કામ અર્થે પોતાનો સંપર્ક નંબર આપ્યો હતો, જે મોબાઈલ નંબર પર આરોપી અવાર નવાર વોટ્સઅપ મેસેજની વાતચીત કરતો અને રાશનકાર્ડનું કામ કરી આપવા ભોગબનનારને વિશ્વાસમાં લઈને આરોપીએ પોતાની મોટરસાઈકલમાં પાછળ બેસાડી ચા નાસ્તો કરાવી કાર્ગો ઝુપડપટ્ટી પાસે આવેલા બાવળની ઝાડીમાં લઈ જાઈ ભોગ બનનાર સાથે બળજબરી પુર્વક તેની મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધી બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો હતો. પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરીને તપાસનો દોર હાથ ધર્યો છે.