For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંજારના સતાપર નજીક પૂરઝડપે આવેલી કારે બે બાઇકને ઠોકરે લીધી, માતા-પુત્રના મોત

11:54 AM Jun 06, 2025 IST | Bhumika
અંજારના સતાપર નજીક પૂરઝડપે આવેલી કારે બે બાઇકને ઠોકરે લીધી  માતા પુત્રના મોત

અકસ્માતની ઘટનામાં બાળકીની હાલત ગંભીર: કારચાલકની શોધખોળ

Advertisement

અંજાર થી સતાપર તરફ જતા માર્ગ ઉપર પુરપાટે આવતી ગાડીએ બે મોટર સાઈકલને હડફેટે લીધી હતા.જેમાં મોટર સાઈકલ ઉપર સવાર શરદગર મહેશગર ગુંસાઈ(ઉ.વ.30) અને સાવીત્રીબેન મહેશગર ગુંસાઈ(ઉ.વ.58)ને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. સારવાર કારગત નીવડે તે પહેલા માતા-પુત્ર એ અંતિમ શ્વાસ લેતા પરિવારમાં ગમગીની પ્રસરી હતી. આ અકસ્માતમાં બે બાળકો સહિત ચાર જણને ઈજા પહોંચી હોવાના અહેવાલ સાંપડયા હતા.સતાપર માર્ગ ઉપર માધવ વિલા સોસાયટી પાસે આજે સવારે 9.30 થી 10 વાગ્યાના અરસામાં અકસ્માતનો આ બનાવ બન્યો હતો.

પોલીસસુત્રોએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે હ્યુડાઈ ક્રેટા નં.જીજે.12.ઈ.ઈ.8070 ના ચાલકે મોટર સાઈકલ જીજે.12.સી.એ.4808 તથા જીજે.12.ઈ.કે.5841 ને ઘડાકાભેર ટકકર મારી હતી.ટપ્પર થી અંજાર તરફ મોટર સાઈકલ ઉપર આવતા માતા-પુત્ર શરદગર અને સાવિત્રીબેનને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર પ્રકારની ઈજા પહોંચતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ વાહનમાં સવાર સાક્ષીબેન મહેશગર ગુંસાઈ(ઉ.વ. 8 વર્ષ અંદાજીત) ને ઈજા પહોંચી હતી.ભુજની ખાનગી હોસ્પિટલમાં હાલની સારવાર ચાલી રહી છે.

Advertisement

આ અકસ્માતમાં અન્ય મોટર સાઈકલ ઉપર આવતા હરીભાઈ ઠાકોર અને ઉર્વીસીબેન ઠાકોર અને તેમના સાત વર્ષીય બાળકને પણ ઈજા પહોંચી હતી.પુરઝડપે આવતા ગાડીના ચાલકે કાબુ ગુમાવતા બે મોટર સાઈકલને ટકકર મારી હતી.જેને કારણે ગાડીનો આગળનો ભાગ બુકડો બોલી ગયો હતો. ટપ્પર ગામના એક જ પરીવારના બે સભ્યોના મૃત્યુને લઈને પરીવારમાં શોકની લાગણી પ્રસરી હતી. આ અંગે વધુ તપાસ પી.એસ.આઈ ડી.વી.ખાંભલા ચલાવી રહયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement