For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુન્દ્રાના ભુજપુરના દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂા.21 લાખ પડાવ્યા

01:58 PM Jun 03, 2025 IST | Bhumika
મુન્દ્રાના ભુજપુરના દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂા 21 લાખ પડાવ્યા

Advertisement

હાલના સમયમાં નકલી પોલીસ અને જજના નામે લોકોને ડિજિટલ અરેસ્ટ કરી રૂૂપિયા પડાવવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે તેવામાં મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુરમાં રહેતા વૃદ્ધ દંપતીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને સુપ્રિમકોર્ટના જજ તરીકેની ઓળખ આપી ગઠિયાઓએ ચારથી પાંચ દિવસ સુધી હાઉસ અરેસ્ટ કરી રૂા.21 લાખ પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.મોટી ભુજપુરના 75 વર્ષીય ફરિયાદી વિમલાબેન ખીમજીભાઈ દેઢિયાએ સાયબર પોલીસ મથકે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ ગત 10મેના દોઢેક વાગ્યાની આસપાસ બન્યો હતો.

જેમાં અજાણ્યા આરોપીએ ટીઆરએઆઈના નામે વોઇસ મેસેજ કરી તમારા નામથી એક સીમકાર્ડ લેવાયેલું છે જેના પર 24 ફરિયાદો નોંધાયેલી છે તેવું કહી વધારે માહિતી માટે 9 દબાવવાનું કહેતા એક કોલ કનેક્ટ થયો હતો. જે બાદ હિન્દી ભાષામાં વાત કરતા શખ્સે મોબાઈલ નંબરના આધારે કેનેરા બેંકમાં ખાતું ખોલેલ છે અને તમારા પર મની લોન્ડરિંગના કેસ થયેલા હોવાનું કહ્યું હતું. જે બાદ આરોપીઓએ બીજા દિવસે વીડિયો કોલ કરી બેંક ખાતામાં 350 મિલિઅનનો ગોટાળો થયેલ હોવાનું જણાવ્યું હતું જે મામલે સેટલમેન્ટ માટે સંપત્તિની વિગત માંગી હતી. ડરી ગયેલા દંપતીએ એફડી તથા બેન્ક એકાઉન્ટની તમામ વિગતો જણાવી હતી. આરોપીઓએ દંપતીને હાઉસ અરેસ્ટ કરી કોર્ટની પરમિશન વગર ઘરની બહાર ન નીકળવા કહ્યું હતું. જેનો અરેસ્ટ વોરન્ટ પણ મોકલાવ્યો હતો. કેસને ઝડપથી આગળ વધારવા માટે ફરિયાદી પાસે અરજી લખાવ્યા બાદ નકલી જજ બનેલા આરોપીએ કેસના સેટલમેન્ટના રૂૂપિયા આપવા પડશે તેવું કહ્યું હતું.દંપતી પાસેથી કુલ રૂૂપિયા 21 લાખ પડાવી લીધા હતા.સમગ્ર મામલે સાયબર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement

દુબઈ બેઠેલી દીકરીએ માતા પિતાની વેદના જાણી લીધી ભોગ બનનાર દંપતીનો પુત્ર હિમાચલ પ્રદેશમાં રહે છે અને તેમની 47 વર્ષીય દીકરી શેફાલીબેન દુબઈમાં રહે છે આરોપીઓએ દંપતીને ડિજિટલ અરેસ્ટ કર્યા તે ચાર થી પાંચ દિવસના સમય ગાળામાં દુબઈથી દીકરીએ માતા પિતા સાથે ફોન પર વાત કરી હતી.ગભરાયેલા માતા પિતાએ દીકરીને આ બાબતે કાંઈ જ કહ્યું ન હતું પરંતુ માતા પિતા સાથે થયેલ વાતચીત દરમિયાન તેમની સાથે કંઈક ખોટું થયું હોય તેવી શંકા ગઇ હતી.જે બાદ સ્થાનિક પોલીસની મદદ લેતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

પરમિશન વગર ઘરની બહાર ન નીકળવા કહ્યું હતું. જેનો અરેસ્ટ વોરન્ટ પણ મોકલાવ્યો હતો. કેસને ઝડપથી આગળ વધારવા માટે ફરિયાદી પાસે અરજી લખાવ્યા બાદ નકલી જજ બનેલા આરોપીએ કેસના સેટલમેન્ટના રૂૂપિયા આપવા પડશે તેવું કહ્યું હતું.દંપતી પાસેથી કુલ રૂૂપિયા 21 લાખ પડાવી લીધા હતા.સમગ્ર મામલે સાયબર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.બેંકમાં એફડી તોડાવતા સમયે પણ વિડિયો કોલ ચાલુ ગઠિયાઓએ દંપતીને મની લોન્ડરિંગના નામે થયેલા કેસો બાબતે ડરાવ્યા ધમકાવ્યા હતા અને સતત ચાર થી પાંચ દિવસ સુધી તેમને ડિજિટલ અરેસ્ટ કરી નજર રખાઈ હતી.

એફડીમાં રહેલી રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવવા ફરિયાદી બેંકમાં ગયા ત્યારે પણ આરોપીઓએ વિડિઓ કોલ ચાલુ રાખી તેમની પર નજર રાખી હતી અને આ બાબતે કોઈને જાણ ન કરવા કહી કિડનેપ કરવા સહિતની ધમકીઓ આપી હતી.કુરિયર ન જતા મ્યુચલ ફંડની રકમ બચી ગઈ વૃદ્ધ દંપતીને સાયબર ગઠિયાઓએ ડિજિટલ અરેસ્ટ કરી ચાર થી પાંચ દિવસ સુધી ગોંધી રાખ્યા હતા. આ દરમિયાન એફડી અને બેન્ક ખાતામાં રહેલ રૂૂપિયા પડાવી લીધા હતા તેમજ ફરિયાદીના નામે રહેલ મ્યુચલ ફંડ પણ મોકલાવ્યું હતું,જો કે સદનસીબે તે દિવસે કુરિયર ગયેલ ન હોવાથી આ રકમ બચી ગઈ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement