પીજીવીસીએલના 700 કોન્ટ્રાક્ટરોની હડતાળનો અંત
એમ.ડી. સાથે બેઠકમાં ભાવ વધારાની શરતો સ્વીકારી લેવાતા સમાધાન
કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસીએશન દ્વારા તા. 11 અને સોમવારથી ચાલુક રવામાં આવેલી હડતાલનો આજે અંત આવ્યો છે. મજુરી, લાઈનકામ, ફેબ્રીકેશન અને વાહનભાડા તેમજ લોડીંગ, અનલોડીંગના ચાર્જ વગેરે જેવા મુદ્દાઓ પર શરૂ થયેલી હડતાલ આજે પીજીવીસીએલના એમ.ડી. સાથે મીટીંગ બાદ સમાપ્ત થઈ હતી.
આ અંગે જાણવા મળતી વિગત પ્રમાણે પૂર્વ રાજ્યમંત્રી વાસણાભાઈ આહિરની મધ્યસ્થિથી કોન્ટ્રાક્ટર એસોસીએશને આજે પીજીવીસીએલ મેનેજમેન્ટ સમક્ષ મીટીંગ કરી હતી. જેમાં પીજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા જ ભાવવધારાનું કરી આપવાની લેખીતમાં ખાતરી આપી હતી. જેને પરિણામે 700થી વધુ કોન્ટ્રાક્ટરો દ્વારા છ દિવસથી ચાલી રહેલી હડતાલનો આજે અંત આવ્યો છે.
આ અંગેની યાદીમાં કચ્છ-સૌરાષ્ટ્ર પીજીવીસીએલના એસોસીએશનના પ્રમુખ ગોપાલભાઈ માતાએ જણાવ્યું છે કે, ગત તારીખ 11.11.2024 થી કચ્છ-સૌરાષ્ટ્ર પી.જી.વી.સી.એલ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા ભાવ વધારા બાબતે પી.જી.વી.સી.એલ મેનેજમેન્ટ પાસે અનેક રજુઆતો કરવા છતા યોગ્ય પ્રતિસાદ ન મળતા હડતાલ પાડવામાં આવેલ, પરંતુ પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહીર સાહેબની મધ્યસ્થી અને સરકારશ્રી તેમજ પી.જી.વી.સી.એલ મેનેજમેન્ટ સમક્ષ રજુઆતો કરતા અને તે બાબતે કોન્ટ્રાક્ટરો સાથે પણ વિગતવાર ચર્ચા કરતા આજરોજ મેનેજીંગ ડાયરેક્ટર સાથે સંગઠન ની રૂૂબરૂૂ મિટિંગ થતા ચાલી રહેલી હડતાલ બાબતે સુખદ સમાધાન થતા હડતાલનો અંત આવેલ હતો.
આજરોજ મેનેજમેન્ટ દ્વારા બોર્ડ મિટીંગ મળ્યા બાદ ભાવ વધારો મંજુર કરવામાં આવશે તેમજ અન્ય જે કઈ ભાવ વધારો વ્હીકલ હાયરિંગ, ફેબ્રિકેશન, લોડીંગ-અનલોડીંગ વગેરે નું પી.જી.વી.સી.એલ મેનેજમેન્ટ દ્વારા જ ભાવ વધારો કરી આપવામાં આવશે તેવી લેખિતમાં ખાત્રી આપવામાં આવેલ છે. વધુમાં છેલ્લા 05 દિવસ દરમ્યાન પ્રજાને મુશ્કેલી પડી હોય તો કચ્છ-સૌરાષ્ટ્ર પી.જી.વી.સી.એલ કોન્ટ્રાક્ટર એસોસિએશન દિલગીરી વ્યક્ત કરે છે.