રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મુન્દ્રામાંથી પકડાયેલ 230 કરોડની ઈ-સિગારેટ મામલે 62 કરોડની પેનલ્ટી

11:41 AM Sep 14, 2024 IST | admin
Advertisement

ડીઆરઆઈએ બે વર્ષ પહેલાં જથ્થો પકડયો હતો : મુન્દ્રા કસ્ટમ કમિશનરના ઓર્ડરથી દાણચોરી કરતી ગેંગમાં સોપો, પેનલ્ટી 100 કરોડે પહોંચે તેવી શકયતા

Advertisement

મુન્દ્રા સેઝમાંથી બે વર્ષ પૂર્વે 230 કરોડથી વધુના મૂલ્યની ઈ-સિગારેટ સહિતની અનેક ચીજ વસ્તુઓની દાણચોરી કરનારી ગેંગને 18 ક્ધસાઈમેન્ટ પૈકી 12ના કેસમાં કસ્ટમ દ્વારા 62 કરોડથી વધુ રકમની પેનલ્ટી સહિત દંડ ફટકારવામાં આવતા જાકુબીના ધંધા કરતા તત્વોમાં સોપો પડી ગયો હતા. જેમની સામે કસ્ટમ દ્વારા ર્કાર્યવાહી કરવામાં આવી છે તેમાં ભુજ અને મુન્દ્રા ઉપરાંત મુંબઈ-ભિવંડીના શખ્સોનો સમાવેશ થાય છે. તો આ આખા કૌભાંડનો સુત્રધાર મૂળ કચ્છનો જ આસિફ સાટી હોવાનું બહાર આવ્યું છે.

આ કેસની વિગત એવી છે કે, મુંબઈમાં હાલે રહેતા આસિફ સાટી અને તેના મળતિયાઓ પૈકી ભુજના મોહમદ તાહિર મેણ, મુન્દ્રાના દિર્ગેશ ધીરજલાલ દેઢિયા (એક્ષેમ્પ્લર ટ્રેડીંંગ), મુન્દ્રામાં કલ્પના એક્ઝીમ ચલાવતા બલદેવસિંહ વાળા, મુન્દ્રાના અલ કાર્ગો સર્વિસના સમીર શર્મા, મુન્દ્રાના રોયલ મિનરલ્સના ગૌરવ સહાય, ભુજના જુમા હમીર હાલેપોત્રા, મુન્દ્રા સેઝના પી.ઓ. વિપિન શર્મા, મુંબઈના સરફરાઝ કામાણી અને મોહમદ હનીફ ઈસ્માઈલ કાપડિયા તેમજ ભિવંડીના પરવેઝ આલમ ઉપરાંત શાંઘાઈ-ચીનના હુઆન મિંગ દ્વારા મળીને આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

કસ્ટમના સુત્રોના જણાવ્યા મુજબ ડીઆરઆઈને ચોક્કસ માહિતી મળી હતી અને તેના આધારે બે વર્ષ પૂર્વે સુરત નજીક જીજે 12 બીવી 0610 નંબરના ટ્રેેલરને અટકાવવામાં આવ્યું હતું. શંકાસ્પદ ક્ધટેનર સાથેના આ ટ્રેલરને નજીકમાં આવેલા આઈસીડીમાં લઇ જવામાં આવ્યું હતું અને તેનું ચેકિંગ કરતા તેમાંથી પ્રતિબંધિત એવી ઈ-સિગારેટના 107 કાર્ટૂૂન મળી આવ્યા હતા. તુરંત જ આ ટ્રેલર જેનું હતું એ મુન્દ્રાના પ્રિન્સ લોજીસ્ટીકના માલિક છજુરામની પૂછપરછ કરવામાં આવતા તેણે કબુલ્યું હતું કે મુન્દ્રાના જ કલ્પના એક્ઝીમના બલદેવસિંહ વાળાએ ભિવંડી સુધી આ માલ પહોચાડવા માટે 6ટ્રેેલર બુક કરાવ્યા હતા. આ માલ મુન્દ્રા પોર્ટના મે. એમ્પેઝર લોજીસ્ટીકના સેઝ ગોડાઉનમાં પડેલો હતો.
આવી રીતે એક પછી એક 18 ક્ધટેનર ડીઆરઆઈ દ્વારા તપાસવામાં આવ્યા અને આ ગેંગનો ખેલ બહાર આવતો ગયો. કસ્ટમના કાનુનની વિવિધ જોગવાઈઓ તળે આ ચીજ વસ્તુઓ મંગાવવામાં ક્યાંકને ક્યાંક ગુનો બનતો હતો અને આસિફ સાટીની ગેંગની મેલી મથરાવટી પકડાતી ગઈ. આ ગેરકાયદેસર કામ માટે તેમણે મે. અલ કાર્ગો સર્વિસ નામની કસ્ટમ બ્રોકર પેઢીના જી-ર્કાર્ડ ધારક સમીર શર્મા અને મુન્દ્રા સેઝ ખાતે કસ્ટમના પી.ઓ. વિપિન શર્મા ઉપરાંત દસ્તાવેજોમાં ચેડા કરનાર ચીનના શાંઘાઈની લાઈન કંપની મે. હુઆન મિંગની પણ મદદ લીધી હતી એટલે તેમને સૌને પણ પેનલ્ટી ફટકારવામાં આવી હતી.

Tags :
cigaratecrimegujaratgujarat newskachchMundra
Advertisement
Next Article
Advertisement