ભુજમાં ટ્રોલી મોલમાં ભાગીદાર બનાવવાના નામે 60 લાખની ઠગાઇ
વૃધ્ધ તબીબને 60 લાખનો ચુનો લગાવનાર શખ્સ સામે કાર્યવાહી
શહેરના આઈયા નગરમાં મામા એન્ટરપ્રાઈઝ ટ્રોલી મોલ બનાવવા અને તેમાં ભાગીદાર થવાનું કહી અંજાર અને કુકમામાં શખ્સે ભુજના વૃદ્ધ તબીબને 60 લાખનો ચુનો લગાવતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે.
ગાયત્રી રેસીડેન્સીમાં રેહતા ફરિયાદી સુરેશ નારણભાઈ પટેલે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે અંજારના આરોપી સવરાજ પાલુ સુમાણીયા ગઢવી અને કુકમાના રાજેશ શાંતિલાલ આહીર વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ 15 ઓક્ટોબરના આરોપીઓએ ટ્રોલી મોલમાં રોકાણ કરવા માટેની જાહેરાત આપી હતી.ફરિયાદીએ આરોપીઓનું સંપર્ક કરતા ઘનશ્યામ નગર અને માધાપરમાં આવેલ ટ્રોલી મોલમાં રૂૂબરૂૂ મળવા માટે બોલાવ્યા હતા.જ્યાં આરોપીઓએ વેચાણનો 9 ટકા નફો મળતો હોવાનું કહી રૂૂપિયા 60 લાખ રોકાણ કરવા જણાવ્યું હતું.અને હાલ અંજાર,માધાપર અને ભુજમાં ચાલુ હોવાનું અને આઈયા નગરમાં મોલ બનાવવાનું જણાવ્યું હતું.વિશ્વાસમાં આવેલા વૃદ્ધે રૂૂપિયા 60 લાખનું રોકાણ કરી દીધું હતું.
જે બાદ આઈયા નગર ખાતે મોલ શરુ કરવામાં આવ્યો હતો.ફરિયાદીએ ભાગીદાર તરીકેનું લખાણ કરવાનું કહેતા આરોપીઓ વાતને ટાળતા હતા.જેથી ફરિયાદીએ વધુ તપાસ કરતા બન્ને આરોપી ટ્રોલી મોલના ભાગીદાર નહિ પણ સંચાલક હોવાનું સામે આવ્યું હતું.જે બાદ આરોપીઓએ ધાક ધમકી કરી થાય તે કરી લેવાનું કરી રૂૂપિયા 60 લાખ હજમ કરી ગયા હતા. અને આઈયાનગરમાં બનાવેલ ટ્રોલી મોલને મુરલીધર એન્ટરપ્રાઈઝ નામમાં ફેરવી દીધું હતું.સમગ્ર મામલે પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.