ના.મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત 30 IPS કચ્છની મુલાકાતે
12:43 PM Nov 06, 2025 IST | admin
Advertisement
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં 30 IPS અધિકારીઓની એક ટીમ પાકિસ્તાન સરહદની નજીક આવેલા કચ્છ જિલ્લાના ગામડાઓની વ્યાપક મુલાકાતે છે. તેઓએ સરહદ પરની સુરક્ષા વ્યવસ્થાનું સર્વગ્રાહી મૂલ્યાંકન (comprehensive assessment)ં કર્યું હતું તથા લખપત તાલુકાના ગ્રામજનો સાથે સીધો સંવાદ કરીને તેમના જીવનધોરણની પરિસ્થિતિઓ વિશે પ્રથમ માહિતી મેળવી હતી. તેમજ આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા અને સલામતી સહિતના અન્ય પાસાઓનું મૂલ્યાંકન કર્યું હતું.
મંત્રી અને પોલીસ અધિકારીઓ હોટેલ કે સર્કિટ હાઉસમાં રોકાવાને બદલે ગામડાઓની પરંપરાગત ભૂંગાઓમાં રાતવાસો કરશે. આ ઉપરાંત હર્ષ સંઘવી બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓ સાથે બેઠક યોજશે અને સરહદી પેટ્રોલિંગની કામગીરીની પણ સમીક્ષા કરશે.
Advertisement
Advertisement
