For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છના ચિત્રોડ બાદ કાનમેરના આઠ મંદિરોમાં ચોરી, લૂંટારુ ગેંગના 3 પકડાયા

12:41 PM Nov 13, 2024 IST | Bhumika
કચ્છના ચિત્રોડ બાદ કાનમેરના આઠ મંદિરોમાં ચોરી  લૂંટારુ ગેંગના 3 પકડાયા
Advertisement

શિયાળાની શરૂૂઆત થતાં જ જાણે ચોરોની સિઝન શરૂૂ થઈ હોય તેમ ખાસ કરીને વાગડ વિસ્તારમાં દેવ મંદિરોને નિશાન બનાવી તેમાં ચોરી કરવામાં આવી રહી ચ્હે. એક ચોક્કસ ગેંગ દ્વારા આ ચોરીઓને અંજામ અપાઈ રહ્યો હોય તેમ પહેલા ચિત્રોડ આસપાસના ગામોમાં 10થી વધુ મંદિરમાં ચોરી કર્યા બાદ હવે એ જ ગેંગ દ્વારા કાનમેરમાં સામુહિક રીતે 8 મંદિરોને તસ્કરોએ નિશાન બનાવતા લોકોમાં રોષ ફેલાયો છે.

હજુ થોડા દિવસ પહેલા જ ચિત્રોડ, મેવાસા અને જેઠાસરી સહિતના 3 ગામોમાં સામુહિક તસ્કરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જેમાં પોલીસે જુદી જુદી જુદી ટિમ બનાવી ચોરોને ઝડપી લેવા પ્રયત્નો હાથ ધર્યા છે. ચિત્રોડ મંદિર ચોરી ખુદ પુર્વ કચ્છ પોલીસવડા પણ બનાવ સ્થળે માહિતી તથા ગુન્હાનો ભેદ ઉકેલાય તે માટે જૂરૂૂરી માર્ગદર્શન માટે પહોંચ્યા હતા.આ બનાવને હજુ 4 દિવસ માંડ થયા છે ત્યાં ફરી એ જ ગેંગ દ્વારા ચિત્રોડથી 27 કિમી દૂર અને ગાગોદર પોલીસની હદમાં જ રણકાંધીએ આવેલા કાનમેરના એક સાથે 8 મંદિરોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો.

Advertisement

ગાગોદર પોલીસના જણાવ્યા મુજબ મંગલવારે રાત્રે 1 વાગ્યા આસપાસ કાનમેર ગામના વચ્છરાજ દાદાનું મંદિર, નારણદેવીનું મંદિર, મોમાઇ માતાજીનું મંદિર, રાજબાઈ માતાજીનું મંદિર, નાગબાઈ માતાજીનું મંદિર, ચામુંડા માતાજીનું મંદિર, રામજી મંદિર અને દાદાવારા ના મંદિરમાં સાળંગ દેવી મંદિર સહિત કુલ 8 મંદિરોમાં ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં ચાંદીના છતર, ગાય, મુગટ સહિતનો મુદ્દામાલની ચોરી કરી જવામાં આવી હતી. જે બનાવમાં પોલીસને ચોરોના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. આ બનાવમાં પોલીસને ચોરી થયાના અમુક સમયમાં જ જાણકારી મળી ગઈ હોવાથી લાકડીયા અને આડેસર પોલીસની મદદ લઈ ચોરી અન્યત્ર ભાગી જાય તે પહેલા જ ત્રણેય ચોરોને પકડી લેવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે આ બાબતે ગાગોદર પોલીસના પી.આઈ. સેંગલે સમર્થન આપ્યું ન હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement