For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના વેપારીએ કચ્છના વેપારી સાથે આચરી 3.30 લાખની છેતરપિંડિ

04:30 PM Aug 02, 2024 IST | Bhumika
રાજકોટના વેપારીએ કચ્છના વેપારી સાથે આચરી 3 30 લાખની છેતરપિંડિ
Advertisement

કચ્છના ભચાઉમાં શક્તિ એન્ટરપ્રાઇઝ નામની વ્યાપારી પેઢી ચલાવતા મુકુંદ ભરતભાઈ જોશીએ રાજકોટની ત્રિવેદી કંપનીના માલિક પરેશ ત્રિવેદી વિરૂૂદ્ધ રૂૂ. 3.30 લાખની ઠગાઈની પોલીસ ફરિયાદ લખાવી છે. જે અનુસાર જીઆઈ એંગલ મંગાવવા માટે ગુગલ ઉપર ઇન્ડીયા માર્ટ ની વેબ સાઈટ ઉપર સર્ચ કરતા રાજકોટની ત્રિવેદી કંપનીના પરેશ ત્રિવેદીનો સંપર્ક કરી 10 ટન નો.ઓર્ડર આપ્યો હતો.

ભચાઉની સરસ્વતી સોસાયટીમાં રહેનાર ફરિયાદી મુકુંદ ભરત જોશી ગામમાં મા શક્તિ એન્ટરપ્રાઇઝ નામની કંપની ચલાવે છે. ગત તા. 1/5ના તે ધંધા અર્થે ગૂગલ સર્ચ એન્જિનમાં ઇન્ડિયા માર્ટ નામની વેબસાઇટ ઉપર એંગલ પટ્ટી હોલસેલમાં લેવા માટે સર્ચ કરી રહ્યા હતા ત્યારે ઇન્ડિયા માર્ટમાં ત્રિવેદી મેટલ કંપનીનું પેઇજ આવતાં ફરિયાદીના મેનેજરે આ કંપનીના માલિક પરેશ ત્રિવેદીના મોબાઇલ ઉપર સંપર્ક કર્યો હતો અને 10 ટન જી.આઇ. એંગલ પટ્ટીના ભાવ પૂછ્યા હતા.આરોપી પરેશ ત્રિવેદીએ કુલ ભાવ રૂૂા. 7,10,000 કહી એડવાન્સ પેટે રૂૂપિયાની માંગ કરી હતી, જેથી ફરિયાદીએ આર.ટી.જી.એસ. તથા આઇ.એમ.પી.એસ.થી રૂૂા. 3,30,000 આરોપીના ખાતામાં જમા કરાવી દીધા હતા અને બાકીની રકમ માલ મળે પછી આપવાનું કહ્યું હતું, પરંતુ માલ ન આવતાં ફરિયાદીએ વારંવાર ફોન કરી પોતે આપેલા પૈસા પરત આપવા માંગ કરી હતી, પરંતુ આરોપીએ વાયદા કર્યા હતા. અંતે માલ કે પૈસા પરત ન મળતાં બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement