For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છમાં મોડી રાત્રે 3.1નો ભૂકંપ, કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધાયું

02:36 PM Feb 10, 2025 IST | Bhumika
કચ્છમાં મોડી રાત્રે 3 1નો ભૂકંપ  કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધાયું

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. ગત મોડી રાત્રે 2:46 વાગે આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ રાપર નજીક નોંધાયુ હતું. ગુજરાતમાં ભૂકંપના આંચકા ખાસ કરીને અમરેલી અને કચ્છમાં અનુભવતા હોય છે. જે બાદ ગત મોડી રાત્રે ફરી કચ્છમાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે.

Advertisement

મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે 2:46 વાગ્યાની આસપાસ કચ્છ પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 ની નોંધાઈ હતી. અને તેનુ કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધાયુ હતું. જો કે સદનસીબે આ ભૂકંપના આંચકાથી કોઈ જાનહાનિના થઈ નથી.

સૌરાષ્ટ્ર-કચ્છમાં જાન્યુઆરી માસમાં પૃથ્વીના પેટાળમાં હલચલ,કંપન વધ્યા છે. ઈન્સ્ટીટયુટ દ્વારા માત્ર 2.5થી વધુ તીવ્રતાના ભૂકંપની જ વિગતો ઓનલાઈન જારી કરાતી હોય છે જે મુજબ ગત ડિસેમ્બર માસમાં 23,24 અને 29ના કચ્છમાં ભચાઉ,દુધઈ અને લખપતથી 76 કિ.મી.અંતરે બોર્ડર પાસે એમ ત્રણ આંચકા નોંધાયા હતા.જ્યારે જાન્યુઆરી માસના 23 દિવસમાં ભચાઉ, રાપર,દુધઈમાં પાંચ આંચકા અને તલાલામાં 2 ઉના પાસે 1 અને ઉત્તર ગુજરાતમાં વાવ વિસ્તારમાં 1 સહિત 9 ધરતીકંપ નોંધાયા છે. આમ, 23 ડિસેમ્બરથી આજે 2 ફેબ્રુઆરી સુધી દોઢ માસમાં 15 ધરતીકંપ નોંધાયા છે. રિક્ટર સ્કેલ પર 2.5થી ઓછી તીવ્રતાના આંચકા તો અસંખ્ય આવ્યાની શક્યતા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement