કચ્છમાં વહેલી સવારે 3.0નો ભૂકંપનો આંચકો
12:52 PM Jan 29, 2025 IST | Bhumika
કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારે 3:13 વાગ્યે ભૂકંપ નો આંચકો અનુભવાયો છે. 3.0 રિક્ટર સ્કેલની તીવ્રતા સાથે ભૂકંપ અનુભવાયો છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિમી દૂર નોંધાયું છે.
Advertisement
વર્ષ 2025 ની શરૂૂઆતમાં કચ્છમાં ભૂકંપના સતત આંચકાથી લોકોમાં ભય ફેલાયેલો છે. આ ભૂકંપની અસરની પરિસ્થિતિ અંગે કોઈ મોટી જાનહાનીની માહિતી નથી મળી, પરંતુ સ્થાનિકો વચ્ચે તણાવ અને ચિંતાનો વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-5માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકાએ પેટાળને ધ્રુજાવી નાખ્યું છે. મોડી રાત્રે ફરી એકવાર કચ્છની ધરા ધ્રૂજી ઉઠી હતી. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે.
Advertisement
Advertisement