For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિવાળીના તહેવારોમાં સગીર સહિત 17 લોકોના હાર્ટએટેકથી મોત

05:38 PM Oct 27, 2025 IST | admin
દિવાળીના તહેવારોમાં સગીર સહિત 17 લોકોના હાર્ટએટેકથી મોત

કચ્છ-મુન્દ્રાનો 17 વર્ષનો સગીર રાજકોટ સગાને ત્યાં આવ્યો ને હૃદય ધબકારા ચૂકી ગયું

Advertisement

કોરોના બાદ યુવાનો અને તરુણોમાં હૃદય રોગના હુમલાના કિસ્સા વધી રહ્યા છે. આ દિવાળીના પાંચ દિવસનાં તહેવારમાં પણ ખુશીના માહોલ વચ્ચે સગીર સહીત 17 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ નીપજયા હતા. માલધારી ફાટક પાસે ઇન્ડસ્ટ્રીઝ એરીયામા બજરંગ પ્લાસ્ટિક નામના કારખાનામા રહેતા કૃષ્ણકુમાર કણીરામ પાસવાન આજે સવારે 7:30 વાગે આસપાસ કારખાનામાં હતા. ત્યારે કોઈ કારણોસર બેભાન થઈ જતા સિવિલમાં લાવતા તબીબે મૃત જાહેર કર્યો હતો.

જયારે બીજી ઘટનામા કચ્છના મુન્દ્રાના 17વર્ષના સૈફઅલી ઇમ્તિયાઝભાઇ મોયડાનું રાજકોટમાં સગાને ત્યાં હતો ત્યારે હાર્ટએટેક આવી જતાં મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. જાણવા મળ્યા મુજબ મુન્દ્રા રહેતો સૈફઅલી મોયડાને ઉમરા કરવા વિદેશ જવાનું હોઇ તે પાસપોર્ટ કઢાવવા રાજકોટ આવ્યો હતો અને આ માટે કોઠારીયા રોડ નિલકંઠ સિનેમા પાછળ ભરતવન સોસાયટીમાં રહેતાં ભાભીના પિતા બસીરભાઇના ઘરે રોકાયો હતો. અહિ તેને એકાએક ઉલ્ટી થયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર સૈફઅલી બે બહેનનો એકનો એક મોટો ભાઇ હતો. તેના પિતા ભંગારનો વેપાર કરે છે. બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. હાર્ટએટેક આવી ગયાનું સગા એ જણાવ્યું હતું.

Advertisement

જયારે અન્ય બનાવોમાં શાપર વેરાવળ નજીક ડીએમ કાસ્ટીંગ કારખાનામા રહેતા સંજય પ્રસાદ રાધાકિશન બારી નામનાં 37 વર્ષને યુવાનનુ પોતાના કારખાનામા હતો ત્યારે હાર્ટ એટેક આવતા તેમને સિવીલ હોસ્પીટલે ખસેડાયો હતો જયા તેમનુ મોત નીપજયુ હતુ. ત્યારબાદ મીરા ઉધોગ નગરમા રહેતા જીતુભાઈ કનુભાઈ રાઠોડ નામનાં 46 વર્ષનાં આધેડ પોતાનાં ઘરે તારીખ 22 ના સવારે 11 વાગ્યે આસપાસ પોતે ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા ડોક્ટર મૃત જાહેર કર્યા હતા. રામનાથપરા ભવાની નગર વિસ્તારમા રહેતા મુકેશભાઈ સોમાભાઈ શિયાળ નામનાં 53 વર્ષનાં પ્રૌઢ તારીખ 22 ના બપોરે 12 વાગ્યાં આસપાસ પોતે ઘર પાસે હતા ત્યારે બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

વધુ એક બનાવમાં ચંદ્રિકાબેન રામાભાઈ મિયાત્રા (ઉંમર વર્ષ 26, રહે. રાજકોટ) તારીખ 22 સવારે 10:30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે બેભાન થઈ જતા રાજકોટ સિવિલમાં લાવતા ડોકટરે મૃત જાહેર કર્યા હતા તેમજ બજરંગવાડી શેરી નં 14 મા રહેતા દીપકભાઈ પરસોત્તમભાઈ સરવૈયા નામનાં 42 વર્ષનાં યુવાન તારીખ 22 ના બપોરે સાડા બાર વાગ્યા આસપાસ ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં લાવતા દમ તોડી દીધો હતો. ગોપાલનગરમા રહેતા પરેશભાઈ ડાયાભાઈ રાઠોડ નામનાં 46 વર્ષનાં આધેડ તા. 23 નાં રોજ વહેલી સવારે 5:00 વાગે આસપાસ ઘર પાસે બેભાન થઈ પડી જતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લાવતા મૃત્યુ નીપજ્યું હતું. તેમજ માધાપર ચોકડી પાસે મનહરપુરમા રહેતા ભાનુભાઈ ટપુભાઈ ઝિંઝુવાડીયા નામનાં 61 વર્ષનાં વૃધ્ધ તા. 23ના રોજ સવારે 9:30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે બેભાન થઈ જતા રાજકોટ સિવિલમાં લાવતા ડોકટરે મૃત જાહેર કર્યાં હતા.

મોરબી રોડ સેટેલાઇટ ચોક આસ્થા વેન્ટીલામા રહેતા નિલેશભાઈ જેન્તીભાઈ કાકડીયા નામનાં 42 વર્ષનાં યુવાને તા. 23ના રોજ પોતાના ઘરે બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર મૃત જાહેર કર્યાં હતા. પેડક રોડ પર પાણીના ટાંકા પાસે રહેતા રાજુભાઈ ગોરધનભાઈ પરમાર નામનાં 3પ વર્ષનાં યુવાને તા. 23ના રોજ બપોરે 2 વાગ્યાં આસપાસ પોતાના ઘરે બેભાન થયા બાદ રાજકોટ સિવિલમાં દમ તોડી દીધો હતો. રાજેશભાઈ લખુભાઈ ડેર (ઉંમર વર્ષ 51, સોમનાથ-2, સ્વાતિ પાર્ક, કોઠારીયા મેઈન રોડ) તા. 23ના રોજ સાંજે 5.30 વાગ્યાં આસપાસ ઘરે બેભાન થઈ જતા, સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

તન્વી જીતેશભાઈ ચાવડીયા (ઉંમર વર્ષ 18, રહે. શક્તિ સોસાયટી શેરી નંબર 12, સરદાર સ્કૂલની પાછળ, સંત કબીર રોડ, રાજકોટ) તારીખ 25 ના રોજ સવારે 9:00 વાગ્યા આસપાસ ઘરે હતી ત્યારે બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement