ભુજમાં 11 હજાર દીકરીઓનો સ્વરક્ષાનો સંકલ્પ, ગીતા પાઠનો વર્લ્ડ રેકોર્ડ
માતા-પિતાની ઇચ્છાથી લગ્ન કરવાના શપથ પણ લીધા, વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ અને પ્રેરણા શ્રી ગૃપ દ્વારા આયોજન
આજની યુવાપેઢીના ભવિષ્ય માટે પ્રવર્તમાન પરિસ્થિતિમાં નવીરતા પરમો ધર્મ અને એકતા પરમો ધર્મથના મંત્રને સામાજિક સ્તરે સકારાત્મક- પ્રતિકારાત્મક માનસિકતાને ઉજાગર કરવાના ભાગરૂૂપે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદ અને પ્રેરણા શ્રી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે કચ્છની ધન્ય ધરા પર ઐતિહાસિક રક્ષા-દીક્ષા મહોત્સવનું આયોજન કરાયું હતું.
ભુજમાં સ્વરક્ષા જાગૃતિ અભિયાન અંતર્ગત 11 હજાર 800 દીકરીઓએ સ્વરક્ષાના સંકલ્પ લીધા છે. તો સાથે દીકરીઓમાં ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે નિષ્ઠા વધે તે ઉદ્દેશ્યથી સ્વદીક્ષા માટે શ્રીમદ્ ભગવત ગીતાના 12મા અધ્યાયનું પઠન કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. રક્ષા-દીક્ષા મહોત્સવમાં સમગ્ર કચ્છના 125 ગામડાઓમાંથી લગભગ 25 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં 11,800 દીકરીઓએ ભાગ લીધો. ભુજના રક્ષા-દિક્ષા મહોત્સવમાં 51થી વધુ દીકરીઓએ પ્રતિકાત્મક રીતે તલવારબાજી અને લાઠીદાવ કરી સ્વરક્ષા અભિયાન અંગે પર્ફોમન્સ આપ્યું હતું. મહત્વનું છે કે રક્ષા-દીક્ષા મહોત્સવમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કચ્છ જિલ્લા સંગઠનના 500થી વધુ સ્વયંસેવકો ભાઈઓ અને બહેનોની એક મહિનાની મહેનત રંગ લાવી છે. રક્ષા-દીક્ષા મહોત્સવ અંગે વાત કરતા વિશ્વઉમિયાધામના પ્રમુખશ્રી આર.પી.પટેલ જણાવે છે કે દીકરીઓને સ્વરક્ષાની ટ્રેનિંગ આવીએ સમયની માગ છે. આ કાર્યક્રમ દીકરીઓમાં પ્રતિકાર કરવાની ભાવના પેદા કરવાનો છે. અસામાજિક તત્વો સામે દીકરીઓએ લક્ષ્મી નહીં પણ મા દુર્ગાનું રૂૂપ ધારણ કરવાની જરૂૂર છે.
11 હજાર દીકરીઓએ મા-બાપની ઈચ્છાથી લગ્ન કરવાના પણ સંકલ્પ લીધા છે. રક્ષા-દીક્ષા મહોત્સવ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દીકરીઓને સંબોધી એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે વીરતા પરમો ધર્મ અને એકતા પરમો ધર્મના મંત્રને ચરિતાર્થ કરવા સર્વ સમાજની દીકરીઓ માટે આયોજિત રક્ષા-દીક્ષા મહોત્સવ અત્યંત સમયોજિત છે. કેમ કે સમાજની સાચી શક્તિ ત્યારે જ પ્રગટે છે જ્યારે દરેક વર્ગ, દરેક જાતિ, દરેક પંથ, દરેક પરિવારમાં સ્ત્રીઓને સમાન અવસર મળે છે. રક્ષા-દીક્ષા મહોત્સવ અંગે વાત કરતા સંતસિરોમણી આત્માનંદ સરસ્વતી જણાવે છે કે દીકરીઓએ પર્સમાં લીપસ્ટીક નહીં ચપ્પુ રાખવાની જરૂૂર છે. આત્મરક્ષા માટે કંઈ પણ કરવું એ ગુનો નથી.