For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છી પાટીદારોએ રિવાજો બદલ્યા, ક્રાંતિકારી સામાજિક પરિવર્તન

12:48 PM May 02, 2024 IST | Bhumika
કચ્છી પાટીદારોએ રિવાજો બદલ્યા  ક્રાંતિકારી સામાજિક પરિવર્તન
Advertisement

પ્રિ-વેડિંગ ફોટો શૂટ, હલદી રસમને તિલાંજલી, ભોજન સમારંભમાં પણ નક્કી કરેલા મહેમાનોને જ આમંત્રણ

વરરાજાને ફેન્સી દાઢી રાખવાની પણ મનાઈ, સરકારી યોજનાઓના વધુમાં વધુ લાભ લેવાશે

Advertisement

આજના જમાનામાં લગ્ન કે સામાજિક પ્રસંગો દેખાદેખીના થઈ ગયા છે. ખાસ લગ્નમાં ધુમ ખર્ચાઓ ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. લગ્નના તાંતણે બંધાવાનો પ્રસંગ ધાર્મિક ઓછો અને સામાજિક વધુ બની ગયો છે. અને આજે તો તેમાં પ્રિ-વેન્ડિંગ, જાતભાતની ફેશનો અને વ્યસનોને કારણે તે ટોક ઓફ ટાઉન બનતા હોય છે. ત્યારે કચ્છના કડવા પાટીદાર સમાજે એક અનોખી પહેલ કરી છે. લગ્નમાં વ્યસન અને ફેશન, હલ્દી રસમ અને પ્રિ-વેન્ડિંગને તિલાંજલી આપવી ફેશનેબલ દાઢી નહીં રાખવા સહિતના નિર્ણયો લેવાયા હતાં.

લગ્ન એટલે સાત જનમોને સાથ. લગ્ન એટલે એક-બીજાના થવાનો પવિત્ર સંબંધ…લગ્ન એટલે અગ્નિની સાક્ષીએ જનમો જનમ સાથે રહેવાનું અપાતું વચન. એકબીજા પ્રત્યેના પ્રેમને લગ્નના પવિત્ર તાંતણે બાંધી નવો જીવનસંસાર શરૂૂ કરતાં આજના યુગલો દેખાદેખીમાં ધૂમ ખર્ચાઓ કરે છે. જાતભાતની નવી નવી રસમો ઉભી કરીને લગ્નને એક દેખાદેખીનું માધ્યમ બનાવી દેવામાં આવ્યું છે. પહેલાના લગ્નમાં હલદી રસમ કે પ્રિ-વેન્ડિંગ જેવું કંઈ નહતું, છતાં પણ આજે એ તમામ લોકો સુખી સંસાર માણી રહ્યા છે. પરંતુ આજના આધુનિક લગ્નો પાછળ લાખોનો ખર્ચ છતાં પણ અનેક લગ્નો તુટી જાય છે. ત્યારે કચ્છના કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્ન આગામી અખાત્રીજના દિવસે યોજાવાના છે. આ લગ્નમાં પાટીદાર સમાજે એક એવી પહેલ કરી છે જેની બિરદાવવા લાયક છે.

કચ્છના ઉમિયા માતાજીના સંસ્થાન વાંઢાય ખાતે યોજાનારા આ સમૂહલગ્નમાં સમાજે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. જેની વાત કરીએ તો, કોઈ વરરાજા ફેશનેબલ દાઢી નહીં રાખે, કોઈ પણ યુગલ પ્રિ-વેન્ડિંગ ફોટાશૂટ નહીં કરાવે, હલદી રસમ નહીં રાખે, લગ્ન બાદ ફેશન અને વ્યસનથી મુક્ત રહેશે. અખાત્રીજના દિવસે યોજાનારા આ સમૂહલગ્નમાં 22 યુગલ પ્રભુતામાં પગલાં માંડશે. લગ્ન પહેલાં ઉમિયા માતાજી સમક્ષ તમામ વરઘડિયાઓને આ નિર્ણયની જાણકારી આપવામાં આવી. સાથે જ ઉમિયા માતાજીની સાક્ષીએ વ્યસન અને ફેશનથી મુક્ત રહેવાના શપથ લેવડાવવામાં આવ્યા.

પાટીદાર સમાજના આ સમૂહલગ્નમાં કોઈ દેખાદેખીથી બિનજરૂૂરી ખોટા ખર્ચા નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. ક્ધયાઓને પાનેતર અને વર પક્ષને તલવાર દાતાઓને સહયોગથી આપવામાં આવ્યા છે. કોઈ ક્ધયા પોતાની રીતે પાનેતરની ખરીદી નહીં કરી શકે. તો ભોજન સમારંભમાં પણ નક્કી કરેલા મહેમાનોને જ લાવવાનું રહેશે. તો જે પણ યુગલ આ સમૂહલગ્ન સમારંભ લગ્નના તાંતણે બંધાશે તેમને સાત ફેરા અને કુંવરબાઈની મામેરુ જેવી વિવિધ સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

કચ્છ કડવા પાટીદાર સમાજની આ પહેલ ખરેખર બિરદાવવા લાયક છે. આવી પહેલ આજના દરેક સમાજે કરવી જોઈએ. તો જે લોકો સમૂહલગ્ન નથી કરતાં અને લાખોનો ખર્ચ કરીને ચર્ચાનું કેન્દ્ર બને છે તેવા લોકોએ શીખ લેવી જોઈએ. દેખાદેખીના લગ્નનો પૈસાનો વેડફાટ જ થાય છે. તેથી ગુજરાતની તમામ જ્ઞાતિઓ અને સમાજોએ એક થઈને કચ્છના કડવા પાટીદાર સમાજની માફક પહેલ કરીને દેશના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ.

કેવા નિર્ણયો કરાયા
કોઈ વરરાજા ફેશનેબલ દાઢી નહીં રાખે
કોઈ પણ યુગલ પ્રિ-વેન્ડિંગ ફોટાશૂટ નહીં કરાવે
હલદી રસમ નહીં રાખે
લગ્ન બાદ ફેશન અને વ્યસનથી મુક્ત રહેશે
ફેશન-વ્યસનને તિલાંજલી
દેખાદેખીથી નહીં સંસ્કારોથી લગ્ન માટે પહેલ

Advertisement
Tags :
Advertisement
Advertisement