For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુછ તો ગરબડ હૈ, બોર્ડમાં નાપાસ થનાર વિદ્યાર્થિની ‘નીટ’માં ટોપર

11:15 AM Jun 11, 2024 IST | Bhumika
કુછ તો ગરબડ હૈ  બોર્ડમાં નાપાસ થનાર વિદ્યાર્થિની ‘નીટ’માં ટોપર
Advertisement

NEETની પરીક્ષામાં ગેરરીતિનો મામલો વધુ ચર્ચિત બન્યો છે. કારણ કે, ગુજરાતમાંથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં નાપાસ વિદ્યાર્થીની નીટમાં ટોપર બની છે.

અમદાવાદમાં બોર્ડની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીની NEETમાં ટોપર બની જતા સૌ કોઈ અચંબિત બની ગયા છે. એસ.એસ ડીવાઈ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ NEETમાં 99.86 % મેળવ્યા છે.

Advertisement

એલનમાં ક્લાસ કરતી પટેલ અંજલિ હીરજીભાઈનું નીટ પરિણામ આવતા પરીક્ષામાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે.

સમગ્ર મામલે એસ.એસ ડીવાઇન સ્કૂલના આચાર્યે જણાવ્યુ કે, વિદ્યાર્થીની અમારી શાળામાં ભણતી હતી વધુમાં કહ્યું કે, NEETની તૈયારી કરતા બાળકો માટે સમયમાં છૂટછાટ આપવામાં આવે છે. સૌથી વધુ સ્કૂલ ન આવવાનો આગ્રહ બાળકના માતાપિતા કરતા હોય છે

Advertisement
Tags :
Advertisement
Advertisement