For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ક્ષત્રિય સમાજે ક્યાં-ક્યાં બુથ પર ડેમેજ કર્યુ: ભાજપે એનાલીસીસ શરૂ કર્યુ

04:15 PM May 08, 2024 IST | Bhumika
ક્ષત્રિય સમાજે ક્યાં ક્યાં બુથ પર ડેમેજ કર્યુ  ભાજપે એનાલીસીસ શરૂ કર્યુ
Advertisement

રાજકોટ સંસદીય મત વિસ્તારના 2036 મતદાન મથકના બુથ વાઈઝ ડેટા એકઠા કર્યા

લોકસભાની ત્રીજા તબક્કાનું શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે ચૂંટણી પંચ અને વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે અને આજે રજાના મુડમાં હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. બીજી બાજુ ક્ષત્રિય સમાજના અસ્મિતા આંદોલનના કારણે ભાજપના ઉમેદવારો અને પદાધિકારીઓની ઉંઘ હરામ થઈ ગઈ છે ત્યારે ક્ષત્રિય સમાજે ક્યા ક્યા બુથ ઉપર ડેમેજ કર્યુ તેનું એનાલીસીસ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Advertisement

રાજકોટ લોકસભા બેઠકના ભાજપા ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી અભદ્ર ટિપણીના વિરોધમાં એક મહિના પહેલા અસ્મિતા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ તબક્કામાં ઉમેદવારની ટીકીટ રદ કરવાની માંગણી કરાઈ હતી ત્યારે બીજા તબક્કાના આંદોલનમાં ટીકીટ રદ નહીં થતાં સમગ્ર રાજ્યમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અને ઠેર ઠેષર મહાસંમેલન સભા અને બેઠકો કરી પ્રચારયુદ્ધ શરૂ કરવામાં આવ્યું હતું.

ક્ષત્રિય સમાજના આંદોલનના કારણે રાજકોટ સહિત રાજ્યભરના અર્ધલશ્કરી દળ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સજ્જડ સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે સાંતિપૂર્ણ મતદાન જોવા મળ્યું હતું. સાંજ સુધીમાં એક પણ ઘટના બની ન હતી. જેના કારણે તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
ગત લોકસભાની ચૂંટણી કરતા આ વખતે મતદાન ઓછુ થયું છે ત્યારે ક્ષત્રિય સમાજના આંદોલનને કારણે ભાજપને ક્યા ક્યા બુથ ઉપર નુક્શાની થઈ છે તેનું એનાલીસીસ કરવા માટે રાજકોટ સહિત રાજ્યભરમાં ભાજપના ઉમેદવાર અને શહેર પ્રમુખ સહિતના હોદેદારોએ મતદાન મથકના બુથવાઈઝ ડેટા એકઠા કરી તેનો અભ્યાસ શરૂ કરી દીધો છે.

રાજકોટ સંસદીય મત વિસ્તારની 2036 જેટલા મતદાન મથકોમાં બુથવાઈઝ મતદાન અંગેના ડેટા ભાજપના ચૂંટણી એજન્ટો દ્વારા એકઠા કરી લેવામાં આવ્યા છે. આ તમામ ડેટા ભાજપના કાર્યાલયે સુપ્રત કરી દેવામાં આવ્યા છે. ત્યારે મતદાનનો થાકોડો ઉતાર્યા બાદ ભાજપના ઉમેદવારો અને હોદેદારો ક્યા.. ક્યા.. નુક્શાન થયું તેનું એનાલીસસ કરવા માટે બુથવાઈઝ ડેટાની ચકાસણી શરૂ કરી છે. તેમાં ખાસ કરીને ક્ષત્રિય પરિવારની બહુમતી ધરાવતા વિસ્તારોમાં ગત લોકસભાની ચૂંટણીમાં કેટલુ મતદાન થયું હતું અને 2024 લોકસભામાં કેટલું મતદાન થયું તેની પણ માહિતી ભેગી કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement