For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપના માઈક્રોપ્લાનિંગને પણ ક્ષત્રિય સમાજે મારી ટક્કર

03:58 PM May 08, 2024 IST | Bhumika
ભાજપના માઈક્રોપ્લાનિંગને પણ ક્ષત્રિય સમાજે મારી ટક્કર
Advertisement

રાજકોટ 496 મતદાન મથકમાં ક્ષત્રિય યુવકોને અપક્ષ ઉમેદવારના એજન્ટ તરીકે ગોઠવ્યા: અસ્મિતા આંદોલનના કારણે મતદાન પર બાજનજર રાખી આપ્યો જડબાતોડ જવાબ

ચૂંટણીમાં દરેક વખતે ભાજપનું માઈક્રો પ્લાનીંગ ઉડીને આંખે વળગે છે દરેક ચૂંટણીમાં ભાજપના માઈક્રો પ્લાનીંગના કારણે હરીફ પક્ષને મોટો માર પડે છે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નો કોંગ્રેસ પાસે પાયાના કાર્યકરી રહ્યા નથી કે બુથ પર બેશાડવા માટે એજન્ટોને રૂપિયા ખર્ચીને મુકવાપડે છે તેવી સ્થિતિ ઉભી થઈ છે ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજે ભાજપના માઈક્રોપ્લાનીંગને પણ ટક્કર મારે તેવું આયોજન ગોઠવ્યું હતું. જેની સીધી અસર મતદાન પર થઈ હતી અને આ વખતે મતદાન પ્રક્રિયામાં કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.

Advertisement

લોકસભાની ચૂંટણીમાં આ વખતે ક્ષત્રિય સમાજના આંદોલનના કારણે રાજકોટ બેઠક સમગ્ર દેશમાં હોટ ફેવરીટ રહી હતી રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના અભદ્ર વાણી વિલ્લાસના કારણે ટીકીટ રદ કરવાની માંગણી સાથે ક્ષત્રિયાણીઓએ આંદોલન શરૂ કર્યુ હતું પરંતુ ભાજપના મવડી મંડળે ટીકીટ યથાવત રાખતા ક્ષત્રિય સમાજની સંકલન સમીતી દ્વારા આંદોલન પાર્ટ-2 કરી ભાજપ સામે મોરચો માંડ્યો હતો.
એક નાની અમથી માંગણી નહીં સ્વીકારતા ક્ષત્રિય સમાજે ભાજપનો બોયકોટ કરી ઠેર ઠેષર ભાજપ વિરુદ્ધી પ્રચાર કર્યો હતો. જેના કારણે એક તરફી વાતાવરણના કારણે નિરસ બની ગયેલી ગુજરાત લોકસભાની ચૂંટણી આ વખતે ભારે ચર્ચા સ્પદ બની ગઈ હતી. અને ચુંટણીમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો.

લોકસભા, વિધાનસભા, મહાનગરપાલિકા, કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કક્ષાની ચુંટણીમાં દરેક વખતે ભાજપનું માઈક્રોપ્લાનીંગ જોવા મળે છે. જેના કારણે ભાજપની જીત થાય છે પરંતુ આ વખતે ક્ષત્રિય સમાજે ભાજપના માઈક્રો પ્લાનીંગને ટક્કર માટે તેવું આયોજન કર્યુ હતું.

ભાજપના ઉમેદવારને હટાવવા માટે મેદાનમાં ઉતરેલા ક્ષત્રિય સમાજની શંકલન સમીતી દ્વારા રાજકોટ શહેરના 496 જેટલા મતદાન મથખો પર અપક્ષ ઉમેદવાર ભાવેશભાઈ પીપરિયાના એજન્ટ તરીકે ક્ષત્રિય યુવાનો ગોઠવાઈ ગયા હતા જેના કારણે મતદાન પર તેમજ ભાજપ અને કોંગ્રેસના એજન્ટો અને કાર્યકરો પર સીધી બાજનગર રાખી શકે.

દરેક ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને એજન્ટ ગોતવા જવા પડતા હોય છે અને છેલ્લી ઘડીએ પૈસા ખર્ચીને દરેક બુથમાં એજન્ટ ગોઠવવા પડે છે પરંતુ આ વખતે ક્ષત્રિય સંકલન સમીતીએ પૈસા લીધા વગર જ્યાં જ્યાં કોંગ્રેસના ઉમેદવારના એજન્ટ ઘટતા હતા ત્યાં ક્ષત્રિય યુવાનોની ટીમ ફાળવીને એજન્ટ પુરા પાડ્યા હતાં.

ભાજપ 7 બેઠક ગુમાવશે, 4 બેઠક પર રસાકસી: ક્ષત્રિય સંકલન સમિતિનો દાવો
ગુજરાતમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પૂર્ણ થઈ છે. મતદાન બાદ ક્ષત્રિય સંકલન સમિતીએ દાવો કર્યો છે કે, ગુજરાતમાં ભાજપ સાત બેઠકો ગુમાવશે. જયારે ચાર બેઠકો પર ભારે રસાકસી છે. ખુદ ભાજપ માને છે કે, ક્ષત્રિય આંદોલનને કારણે નુકશાન વેઠવું પડે તેમ છે.

ક્ષત્રિય આંદોલનને કારણે સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર અને ભરૂૂચ બેઠક પર ભાજપને જીત મેળવવી અઘરી છે. મતદાનના દિવસે ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતાં વિસ્તારોમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એટલુ જ નહીં, ક્ષત્રિયો કેસરી સાફામાં સજ્જ થઇને મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા હતાં જયારે ક્ષત્રિય મહિલાઓ પણ કેસરી સાડી પહેરીને મતદાન કરવા પહોંચી હતી.

મતદાન પૂર્ણ થયા બાદ ક્ષત્રિય સંકલન સમિતીએ પત્રકાર પરિષદમાં એવો દાવો કર્યો કે,ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા મત વિસ્તારમાં 80 ટકાથી વધુ મતદાન થયું છે. નિરસ મતદાનને કારણે ભાજપના કાર્યકરોએ થાળીઓ લઇને નીકળવુ પડ્યુ હતું. સંકલન સમિતીનો બોલ ક્ષત્રિય સમાજે ઝિલ્યો છે જેના કારણે વધુ મતદાન થયુ છે. ક્ષત્રિયોને અન્ય સમાજનો સાથ સહકાર મળ્યો છે. મતદાનના દિવસ સુધી કોઇ પણ અનિશ્ચિય ઘટના કે ઘર્ષણ થયુ નથી. અનેક સ્થળોએ સભા થઈ પરંતુ પ્રજાને તકલીફ પડી નથી. જો તકલીફ પડી હોય તો ક્ષત્રિય સંકલન સમિતી માફી માંગે છે. ક્ષત્રિય સંકલન સમિતીના મતે, જે રીતે મતદાન થયુ છે તે જોતાં ગુજરાતમાં ભાજપ સાતેક બેઠકો ગુમાવશે. ચાર બેઠકો પર ભારે રસાકસી જામશે. અન્ય બેઠકો પર પાંચ લાખની લીડથી જીત મેળવવાના સપના પૂરા નહીં થાય. આ તરફ, કોગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોંગ્રેસના ન્યાયપત્રની ગેરેન્ટીને જોતાં ગુજરાતની જનતાને વ્યાપક સમર્થન આપ્યુ છે. બંધારણ બચાવવા મતદારોએ કોંગ્રેસને સમર્થન આપ્યુ તે બદલ આભાર. ભાજપે પણ દાવો કર્યો છેકે, ગુજરાતના મતદારોએ દેશની સંસ્કૃતિ-વિકાસની રાજનીતિને ધ્યાનમાં રાખીને ભાજપને સમર્થન આપ્યુ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement