For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોલકાતાએ ઘરઆંગણે દિલ્હીને 7 વિકેટથી કરારી હાર આપી

12:39 PM Apr 30, 2024 IST | Bhumika
કોલકાતાએ ઘરઆંગણે દિલ્હીને 7 વિકેટથી કરારી હાર આપી

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની 47મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ  અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ. જે કોલકાતાએ 7 વિકેટે જીતી લીધી. દિલ્હીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને કોલકાતાને બોલિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. આ જીત સાથે કોલકાતા હાલની આઈપીએલ સીઝનમાં નવમાંથી છઠ્ઠી મેચ જીત્યું.

Advertisement

ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 153 રન કર્યા. દિલ્હી કેપિટલ્સ માટે કુલદીપ યાદવે સૌથી વધુ અણનમ 35 રન કર્યા. જ્યારે કેપ્ટન ઋષભ પંતે 20 બોલમાં 27 રન કર્યા. આ ઉપરાંત અભિષેક પોરેલે 18 રન અક્ષર પટેલે 15 રન કર્યા. કેકેઆરના વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ 3 વિકેટ લીધી. જ્યારે વૈભવ અરોડા અને હર્ષિત રાણાએ 2-2 વિકેટ લીધી. આમ નિર્ધારિત ઓવરોમાં દિલ્હીએ 153 રન કરીને કોલકાતાની ટીમને 154 રનનો લક્ષ્યાંક આપ્યો.

154 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમમે 21 બોલ બાકી હતી અને 3 વિકેટના ભોગે ટાર્ગેટ ચેઝ કરી લીધો. જેમાં ઓપનર સોલ્ટના 33 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી કરાયેલા 68 રન મુખ્ય હતા. આ ઉપરાંત સુનીલ નરીને 10 બોલમાં 15 રન, રિંકુ સિંહે 11 બોલમાં 11 રન, શ્રેયસ ઐય્યરે 23 બોલમાં અણનમ 33 રન અને વેંકટેશ ઐય્યરે 23 બોલમાં અણનમ 26 રન કર્યા. કોલાકાતાની ટીમે 16.3 ઓવરોમાં 157 રન કરીને સાત વિકેટથી જીત મેળવી લીધી. દિલ્હી તરફથી અક્ષર પટેલે 25 રન આપીને 2 વિકેટ અને લીઝાડ વિલિયમ્સે 38 રન આપીને એક વિકેટ મેળવી હતી. આઈપીએલના ઈતિહાસમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 33 મેચ રમાઈ છે. જેમાં કોલકાતાએ 17 અને દિલ્હીએ 15 મેચમાં જીત મેળવી છે. જ્યારે એક મેચનું કોઈ પરિણામ આવ્યું નહીં. હાલની આઈપીએલ સીઝનમાં બંને ટીમો બીજીવાર આમને સામને થઈ. આ અગાઉ 3 એપ્રિલના રોજ વિશાખાપટ્ટનમમાં મેચ રમાઈ હતી અને તે કોલકાતાએ 104 રનથી જીતી હતી.

Advertisement

જીતનો શ્રેય સુનિલ નારાયણ, સોલ્ટ અને વરૂણને આપતા કેપ્ટન અય્યર
દિલ્હી કેપિટલ્સ સામે એકતરફી જીત બાદ શ્રેયસ અય્યરે પોતાની ટીમના એક્શન પ્લાન વિશે પણ જણાવ્યું અને આ મેચમાં જીતનો શ્રેય સુનિલ નારાયણ, સોલ્ટ અને વરૂણને આપ્યો હતો. શ્રેયસે જણાવ્યું હતું કે, છેલ્લી કેટલીક મેચોને ધ્યાનમાં લેતા, 200નો સ્કોર બરાબર હતો. પાવરપ્લે પછી પિચ સ્પિનરોને મદદ કરવા લાગી, તે મુશ્કેલ બની ગયું. અમને તે અહીં કેવી રીતે ચાલે છે અને મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો તે અંગેનો વાજબી વિચાર મળ્યો છે, અમે ફક્ત સિઝનમાં શક્ય તેટલી વહેલી તકે લાયક બનવા માંગીએ છીએ. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં, કેપ્ટન શ્રેયસ ઐયરે તેના પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન સ્ટેટમેન્ટમાં ટીમની કાર્ય નીતિ અને અન્ય વિષયો વિશે વાત કરી હતી, આ જીત સાથે, સુનીલ નારાયણ, ફિલને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યા હતા. સોલ્ટ અને વરુણને આપવામાં આવ્યા હતા. ચક્રવર્તી. આ ત્રણેય ખેલાડીઓએ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement