For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હળવદમાં કેનાલ રોડ પર છરીની અણીએ લૂંટ

12:56 PM Apr 12, 2024 IST | Bhumika
હળવદમાં કેનાલ રોડ પર છરીની અણીએ લૂંટ

હળવદના નર્મદા કેનાલ રોડ પરથી યુવકના ગળે છરી રાખી ત્રણ શખ્સો 14,500 રૂૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ જતા યુવકે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મૂળ રાજેસ્થાનનો વતની અને હાલ મોરબી ચોકડી પાસે રહેતા પ્રકાશભાઈ ગોપાલભાઈ કુમાવતે ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તારીખ 10 એપ્રિલના ફરિયાદીને આરોપીઓએ નર્મદા કેનાલ રોડ પર ગળાના ભાગે છરી મુકી બાઈકમાં બેસાડી એક રૂૂમ પર લઈ ગયા હતા. જ્યાં માર મારી કોઈ સુમસામ જગ્યાએ લઈ જઈ લાકડીથી માર મારી ફરિયાદી પાસે રહેલા રોકડ રકમ 4500 અને ગુગલ-પે દ્વારા 10,000 રૂૂપિયા ટ્રાન્સફર કરાવી કુલ રૂૂપિયા 14,500ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જેથી ભોગ બનનારે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement